ગોધરા
મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત પંચમહાલ જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ બેટી બચાવો બેટી પઢાવોની જન જાગૃતિ રેલી યોજાઇ હતી. ગોધરાની સિવિલ હોસ્પીટલ ખાતેથી રેલીને જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઇ પટેલ સહિતના મહાનુભાવોનાએ પ્રસ્થાન કરાવ્યું હતું.
રેલી બાદ યોજાયેલા સેમિનારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.જી.જૈન અને તજજ્ઞોએ ઉપસ્થિત મહિલાઓ, આંગણવાડી વર્કરો, આશા વર્કરો અને યુવતિઓને સમાજમાં બદી તરીકે વ્યાપેલા ભૃણ પરિક્ષણને અટકાવવા, દિકરા દિકરીને સમાન ગણવા, સમાજમાં દિકરીઓના મૂલ્યને વધારવા અને મહિલા સ્વનિભર્તા જેવા વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી મીનાબેન પંડ્યા, બેટી બચાવો બેટી પઢાવો પ્રકલ્પના જિલ્લા સભ્ય ક્રિશ્નાબેન શાહ, ગોધરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદસિંહ પરમાર, સિવિલ હોસ્પીટલના અધિક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, તબીબો અને ગોધરા શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.