ગુજરાત સરકાર દ્વારા વિકાસના કાર્યો માટે વિવિધ જિલ્લાઓની પાલિકાને ગ્રાન્ટ આપવામા આવી હતી જેમાથી ગોધરા પાલિકા દ્વારા ગોધરા નગરના વિકાસ માટે અને સોસાયટીના જાહેર રસ્તાઓના આરસીસી રોડ બનાવા માટે ગ્રાન્ટ ફાળવી હતી. જેથી ગોધરા પાવર હાઉસ વિસ્તારમા આવેલા વાલ્મિકીવાસ ખાતે આજથી નવ મહિના પહેલા આરસીસી રોડ બનાવામા આવ્યો હતો અને તે સંપૂર્ણપણે આ રોડ બનાવી દીધો હતો. પરંતુ સ્વાભાવિક છે કે રોડ બન્યા પછી રોડ વચ્ચેની ગટરલાઈનના ઢાંકણ નાંખવા જોઈએ પંરતુ નવા ઢાંકણ નાંખવાને બદલે તેની આસપાસ સીમેન્ટનો માલ ભરીને લેવલીંગ કરવામા આવ્યું હતુ.
જેના કારણે પાલિકાતંત્ર સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર – ૪ માંથી વિજેતા બની આવેલા ભાજપના રમીલાબેન શાંતિલાલ સોલંકી પાલિકા દ્વારા કરવામા આવેલા ગટરલાઈનના ઢાંકણ ઉપર સિમેન્ટનો માલ હટાવીને નવા સિમેન્ટના ઢાંકણ નાંખવામા આવે તેની રાહ જોઈ રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : વાલ્મિકીવાસ વિસ્તારમાં સિમેન્ટનાં નવા ઢાંકણ નાંખવાની લોકમાંગ…
Advertisement