પંચમહાલ જીલ્લાની ગોધરા નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખને સંબોધીને ગોધરાના નાગરિકે એક લેખિત રજુઆત કરતો પત્ર લખ્યો છે. જેમા વોર્ડ નંબર – ૫ માં ઘણા પ્રશ્નોને જેને લઇને તેનુ નિરાકરણ કરવામા આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
લેખિત પત્રમાં જણાવામાં આવેલ છે કે જૂહૂરપુરા શાક માર્કેટમાં ગંદકી, ટ્રાફીક, રસ્તા પરનુ પાણી, શાકમાર્કેટના અસામાજીક પ્રવૃતિઓ સામે રક્ષણ મળે તે માટે સીસીટીવી લગાવવા માટે એકવાર મુલાકાત કરવા જણાવ્યુ છે. વધુમા આ વિસ્તાર અશાંત ધારામાં સમાવેશ થાય છે. જૂહૂરપૂરાનુ સંચાલન પાલિકા દ્વારા થાય છે.આ કરોડોની મિલકત છે તેના સંચાલનની જવાબદારી પણ પાલિકાની છે. જેમા ૧૫૦ નંગ લારી, તથા ૩૦૦ સ્ટોલ ધારકો વેપાર કરે છે. આમ ૧,૩૫,૦૦૦ લાખ આવક થાય છે.
હાલ કોરોના કાળમાં શાક માર્કેટ હંગામી ધોરણે બંધ હોવા છતા જૂહૂરપૂરા માર્કેટમાંથી આવકમાં કોઈ મોટો ઘટાડો થયેલ નથી. નજીકમાં આવેલા શોપિંગ સેન્ટરોમાંથી પણ આવક થાય છે. હાલ સીસીટીવી મુકવામાં આવે તો વર્ષો વર્ષ માલ મિલ્કતનુ રક્ષણ થઈ શકે તેમ છે. વધુમા આ શહેરા ભાગોળના રસ્તાની કામકાજ પણ પૂરુ કરાવવા આવે તેવી માંગ કરી છે. જે તે સમયે ધારાસભ્ય, કલેકટર, સાંસદ સભ્યને આ પ્રશ્નોને લઈને રજુઆત કરવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી