પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા તથા જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપી હતી જેથી નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા અને ગોધરા બી ડીવીઝન પોલીસના પી.આઈ એચ.એન. પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોધરા બી ડીવીઝન પોલીસ ના (૧)ગુ. ર.ન.૧૧૨૦૭૦૦૨૨૧૦૧૪૦ ઇ.પી.કો. કલમ
૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ તથા (૨) ગુ. ર.ન. ૧૧૨૦૭૦૦૨૨૧૦૧૪૧ ઇ.પી.કો. કલમ ૩૯૨,૪૫૧ મુજબના લુંટ તથા ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી મજીદ તૈયબ અસલા રહે. ચેતનદાસ પ્લોટ ઝકરિયા મસ્જિદ પાસે વેજલપુર રોડ ગોધરાનો વચલા ઓઢા ખાતે આવેલ અલિફ ચાઈનીઝ લારી પાસે ઉભેલ છે જેથી બાતમીના આધારે ડી સ્ટાફના પીએસઆઇ એન.એમ.રાવત તથા એન.આર. રાઠોડ એ કોર્ડન કરી આરોપી મજીદ તૈયબ અસલા રહે. ચેતનદાસ પ્લોટ ઝકરિયા મસ્જિદ પાસે વેજલપુર રોડ ગોધરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી