Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : બી ડીવીઝન પોલીસે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી ઝડપી પાડી, વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપી.

Share

પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ એસ ભરાડા તથા જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલએ ગેરકાયદેસર લાકડાની હેરાફેરી બંધ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી જેથી નાયબ પોલીસ અધિક્ષક સી.સી ખટાણા અને ગોધરા બી ડીવીઝન પોલીસના પી.આઈ એચ.એન પટેલે ગેરકાયદેસર લાકડાની ફેરાફેરી કરનારને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી. જેના કારણે ગોધરા બી ડીવીઝનના પીએસઆઇ એન.આર.રાઠોડ અને એ.એમ.પરમાર તથા ડીસ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન અલગ અલગ જગ્યાએથી લાકડા ભરેલ બે ટેમ્પાઓ પૈકી GJ-17-T-6489 તથા GJ-07-U-7422 માથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરના લાકડા ભરેલા બે ટેમ્પાઓ ઝડપી પાડી યોગ્ય કાર્યવાહી કરી ગોધરા ફોરેસ્ટ ખાતાને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કર્યા

ProudOfGujarat

નર્મદા – અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સેલંબા ખાતે થયેલ હિંસા મામલે શાંતિની અપીલ કરી

ProudOfGujarat

અંકલેશ્વર નજીક હાઇવે પર ખરોડ ચોકડી નજીક નિર્માણ પામતા ઓવરબ્રિજનું કામ બંધ, માર્ગ બિસ્માર બનતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!