Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : અપક્ષમાં ચૂંટાઈ આવેલા કાઉન્સિલરે જાતિ અપમાનિત શબ્દો બોલતા પોલીસ ફરિયાદ…જાણો સમગ્ર મામલો શું છે.

Share

ગોધરામાં ડોર ટુ ડોર કચરા કનેકશનમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને ભાજપમાં ચુંટાયેલા મહિલા કાઉન્સિનરના પતિને અપક્ષમાંથી વિજેતા બની આવેલા કાઉન્સિલરએ જાતિ અપમાનિત શબ્દો ઉચ્ચારી મારી નાંખવાની ધમકી આપી હું ટાઇગર છું તારી આખી ટીમને ઉઠાવી પૂરી કરી નાંખીશ તેમ કહેતા આખરે પોતાને ટાઈગર માનનારને શાન ઠેકાણે પાડવા માટે ડોર ટુ ડોર કચરા કલેકશનમાં સુપરવાઇઝર અને ભાજપમાં ચુંટાયેલા મહિલા કાઉન્સિનરના પતિએ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાના નાડીયાવાસ વિસ્તાર ખાતે રહેતા અને ભાજપમાંથી ચુંટાયેલા મહિલા કાઉન્સિનર હંસાબેન વાઘેલાના પતિ પેમેન્દ્ર કુમાર ઉર્ફે મુન્નાભાઈ રયજીભાઈ વાઘેલા પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે પોતે નગરપાલિકા હસ્ત ચાલતા શ્રીજી એજન્સી અમદાવાદના ડોર ટુ ડોર કચરા કલેકશનના કોન્ટ્રાકટમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે ત્યારે ગોધરા નગરપાલિકામાં અપક્ષ તરીકે વિજેતા બનેલા અને ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલા યોગેશ્વર સોસાયટીમાં રહેતા કાઉન્સિનર નરેશભાઈ ઉર્ફે નરી ટાઇગર પ્રીતાબરદાસ રામનાનીએ ગઈકાલે પેમેન્દ્ર કુમાર ઉર્ફે મુન્નાભાઈ રયજીભાઈ વાઘેલાને મોબાઇલ દ્વારા ફોન કરી જણાવ્યું હતું કે મુન્ના કેમ મારા વોર્ડ નંબર 2 માં આવેલ સોસાયટીમાં કચરા કલેકશનની બરાબર કામગીરી કરવામાં આવતી નથી અને મારા ઉપર વારંવાર રજૂઆતો આવે છે ત્યારે પેમેન્દ્ર કુમાર ઉર્ફે મુન્નાભાઈ રયજીભાઈ વાઘેલા એ નરેશભાઈ ઉર્ફે નરી ટાઇગર પ્રીતાબરદાસ રામનાની પાસે જઇ કહ્યું હતું કે હું જાતે આ સોસાયટીમાં ટ્રેકટર દ્વારા કચરો એકઠો કરાવવું છું ત્યારે આવેશના વરઘોડે ચઢેલા નરેશભાઈ ઉર્ફે નરી રામનાની એ પેમેન્દ્ર કુમાર ઉર્ફે મુન્નાભાઈ વાઘેલા જાતિ અપમાનિત શબ્દો બોલીને હું તને છોડીશ નહીં અને તારી આખી ટીમને ઉઠાવી પૂરી કરી નાખીશ અને જાન થી મારી નાંખવાની ધમકી આપી ઝપાઝપી કરી ગાળો આપી હતી, આથી ભાજપમાંથી ચુંટાયેલા મહિલા કાઉન્સિનર હંસાબેન વાઘેલાના પતિ પેમેન્દ્ર કુમાર ઉર્ફે મુન્નાભાઈ રયજીભાઈ વાઘેલા એ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : 110 મામલતદારોની બદલીનો આપ્યો આદેશ.

ProudOfGujarat

અંકલેશ્વર અને ભરૂચ પંથકમાં મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ઈદની શાંતિ પૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નેત્રંગ : ઉંડી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણના બાળકોનો પ્રવેશોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!