Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાનાં લીલેસરા ખાતે આવેલા એમજીવીસીએલ (જીઈબી) સબ સ્ટેશનમાં પાવર કેબલ વાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ…

Share

ગોધરાના લીલેસરા ખાતે આવેલા એમજીવીસીએલ (જીઈબી) સબ સ્ટેશનમાં પાવર કેબલ વાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ સ્થાનિક ગોધરા ફાયર બ્રિગેડના અધિકારી પી.એફ.સોલંકી થતાં ઘટના સ્થળે બે ફાયર બ્રિગેડના બંબા મોકલી યુદ્ધના ધોરણે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

આ ઘટના સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ગોધરાના લીલેસરા ખાતે આવેલા એમજીવીસીએલ (જીઈબી) સબ સ્ટેશનમાં આજે બપોરના સમયે પાવર કેબલ વાયરમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે એમજીવીસીએલ (જીઈબી) સબ સ્ટેશનમાં લાખો રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે મૂખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્થાપના દિનની ઉજવણી કરી.

ProudOfGujarat

લીંબડી બોરણા ગામે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું કાઉન્ટડાઉન શરૂ : નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં કાઉન્ટડાઉન વોચ મુકાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!