સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણનાં કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલવારી કરવામાં આવી રહી છે ત્યારે ગોધરા શહેર મુક્તિધામ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દીક્ષિત દ્વારા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.
ગોધરા શહેરના મધ્યમાં એક હિન્દુ સ્મશાનગૃહ આવેલ છે કે દરેક હિંદુ સમાજના મરણ પામેલી વ્યક્તિઓની અંતિમ ક્રિયા કરવામાં આવે છે ત્યારે હાલમાં ગોધરામાં સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીના મૃત્યુ થાય છે ત્યારે આ દર્દીઓને અંતિમ ક્રિયા ગોધરા સ્મશાનગૃહમાં કરવામાં આવે છે જેથી આ સ્મશાનગૃહમાં ફનિશ તથા સગડીની જરૂરિયાત હોવાને કારણે તાત્કાલિક ધોરણે ગેસની સગડી ફાળવવા માટે રજૂઆત કરવામાં આવે છે. વધુમાં દાનની આર્થિક રોકડ રકમ તેમજ લાકડાઓનું દાન પણ હિન્દુ સ્મશાન ગૃહને ફાળવામાં આવી રહ્યુ છે.
પંચમહાલ રાજુ સોલંકી