ગોધરામાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતા હવે ગોધરા નગર પાલિકા ના પ્રમુખ સંજય સોની ખુદ મેદાને આવ્યા છે. અને રિક્ષામાં બેઠેલા મુસાફરો અને રોડ પર ગરીબ લોકોને માસ્ક વિતરણ કર્યું હતું. ગોધરા નગરપાલિકા પ્રમુખ નું માસ્ક અભિયાન અંતર્ગત, ભીડભાડ વાળી જગ્યાએ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું હવે ગોધરા નગર પાલિકા પ્રમુખ દ્વારા માસ્ક માટે નવતર ઝુંબેશ ઉપાડી છે. દરેક વિસ્તારમાં ગરીબ, ફૂટપાથ રહેતા લોકો, શ્રમજીવીઓ, રિક્ષાચાલકો તેમજ અન્ય વર્ગના લોકોમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું. પંચમહાલ જીલ્લામા કોરોનાના કેસો વધી રહ્યા છે. સરકાર દ્વારા રસીકરણના કાર્યક્રમની સાથે સાથે કોરોનાથી બચવાનો એક ઉપાય માસ્ક અને સામાજીક અંતર જાળવવુ આ બે મહત્વની બાબતો છે. ગોધરા શહેરના પ્રમુખ સંજય સોની દ્વારા આજે હોળીના તહેવાર ને અનુલક્ષી તેમજ આરોગ્યની ચિંતાના ભાગરુપે જાતે માસ્ક વિતરણ કર્યુ હતુ. જેમા તેમને રીક્ષા ચાલકો, નાના ધંધા રોજગાર કરતા, તેમજ શ્રમજીવી વર્ગ વાહનચાલકો જે માસ્ક પહેર્યા વગર ફરતા હતા તેમને માસ્ક નુ વિતરણ કર્યુ હતુ તેમજ આ કોરોનાની મહામારીમાં વાયરસની અસર ના થાય તે માટે માસ્કનો ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી.માસ્ક વિતરણમાં પાલિકાના સભ્યો નરી રામનાણી તેમજ દિપેશ ઠાકોર પણ જોડાયા હતા.પાલિકાના પ્રમુખની માસ્ક વિતરણની કામગીરીને ગોધરા નગરવાસીઓએ પણ વખાણી હતી.
પંચમહાલ:- રાજુ સોલંકી