પંચમહાલ જીલ્લાનાં ગોધરા શહેરમાં ખુલ્લામાં ગૌમાંસ વેચનારાઓ પર પંચમહાલ પોલીસે સપાટો બોલાવ્યો છે. જેમાં ત્રણ મહિલા સહિત એક ઈસમને ઝડપી પાડીને મટન ભરેલા તગારા તેમજ છરીઓ, કુહાડા, ત્રાજવા સહિત 1,82,645 લાખ રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ જીલ્લા રેન્જ આઈ.જી અને જીલ્લા પોલીસવડા દ્વારા ગૌવંશનું કતલ કરીને ગૌમાંસની હેરાફેરી કરનારાઓની સામે કાર્યવાહી કરવાની સુચના મળી હતી. જેમા પંચમહાલ પોલીસના ડીવાએસપી,પી.આઈ,પી.એસ.આઈ તેમજ પોલીસ કર્મીઓની સંયુકત ટીમે ગુપ્તરાહે ઓપરેશન પાર પાડીને વિસ્તારને કોર્ડન કરીને રેડ કરી હતી. જેમા ગૌમાંસનું પાટલા ઉપર બેસીને વેચાણ કરતા ઈસમો પોલીસની ટીમને જોઈને ફરાર થઈ ગયા હતા. જેમાં ત્રણ મહિલા અને એક ઈસમની સ્થળથી અટકાયત કરી હતી. પોલીસની સંયુકત ટીમે 325 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મટન માર્કેટમાં જોતા ગલીઓમાં હારબંધ લાકડાનાં મોટા પાટલાઓ, મટન ભરેલા તગારાઓ, મટન કાપવાની છરીઓ, કુહાડાઓ, વજનકાંટા, પાટલા સહિત 1,82,645 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ મુદ્દામાલ પોલીસ મથકે લાવીને સાઈન્ટીફીક ઓફીસર FSL સુરત, તથા ગોધરા વેટેનરી ઓફીસરને બોલાવીને માસનાં સેમ્પલો લેવડાવીને તપાસ કરાવતા માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું જણાવતા આરોપીઓ (1) અબ્દુલ રહેમાન અહેમદ સૂરતી(2) કુબરા મહોમંદ ભાગલીયા (3)રૂકૈયા અબ્દુલા દુલ્લી (4)શરીફા સિદીક પીત્તળ તમામ રહે. ગોધરા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ રાજુ સોલંકી