ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગ વર્ગ ૩ પી.એસ.આઈ. ની સીધી ભરતી માટે જાહેરાત આપી છે. જેમાં કુલ ૩૦૦ જગ્યાઓ પર ભરતી કરવાની છે. પરંતુ આ ભરતીની જાહેરાતમાં બંધારણીય અધિકાર અને હક્ક મુજબ SC, ST, અને OBC ને અન્યાય થતો જોવા મળ્યો છે. કારણ કે બંધારણીય અધિકાર મુજબ SC 7% મુજબ 21, ST 15% મુજબ 45 અને OBC 27% મુજબ 81 જગ્યાઓ અનામત રાખવામાં આવતી હોય છે. પરંતુ આ ભરતીમાં સરકાર દ્વારા જાહેરાતમાં SC કેટેગરી માટે 1, ST કેટેગરી માટે 31, અને OBC કેટેગરી માટે 44 બેઠકો ફાળવવામાં આવી છે. ત્યારે SC, ST, OBC ને અનુક્રમે 20, 14, 37 એમ કુલ મળીને 71 બેઠકોનું નુકસાન આ ત્રણ કેટેગરીના ઉમેદવારોને થઈ રહ્યું છે.
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સદર ભરતીમાં બંધારણીય અધિકાર અને હક્ક મુજબ ન્યાય મળે અથવા ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે તેની પ્રબળ માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, ઉપ પ્રમુખ હિંમતસિંહ પરમાર, જિલ્લા મહિલા પ્રમુખ આનંદીબેન બારીઆ (વકીલ), જિલ્લા એસ.સી. સમિતિના પ્રમુખ અનિલભાઈ સુતરીયા, જિલ્લા સહમંત્રી દિનેશભાઇ જાદવ, ગોધરા તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પટેલ(વકીલ), જિલ્લા મીડિયા કન્વિનર કૃણાલ ચૌહાણ, તેમજ પાર્ટીના સિનિયર કાર્યકરો પિયુષભાઈ પરમાર, મનોજભાઇ ગુજરાતી, ઉપેન્દ્રભાઇ પરમાર , સાકેત બેલી, પૃથ્વીકુમાર, રવિન્દ્રસિંહ (વકીલ), નાનજીભાઈ રાઠવા, દયાલ આહુજા, સહિત ૨૫ કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
પંચમહાલ રાજુ સોલંકી