Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો ભગવો, જ્યારે ગોધરા પાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી, કોંગ્રેસને મતદારોએ આપ્યો જાકારો.

Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં થયેલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ગોધરા- શહેરા નગરપાલિકા માટે કુલ ૯ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પરિણામોમાં શહેરા નગરપાલિકાના ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકો પૈકી ૨૦ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી જ્યારે ૪ બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી.

ગોધરા નગરપાલિકાના પરિણામો જોઈએ તો ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે થયેલ ચૂંટણીમાં બીજેપીના ૧૮, કોંગ્રેસના ૦૧, અપક્ષના ૧૮ અને ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતિહાદુલ મુસ્લિમના ૦૭ ઉમેદવારોએ વિજય નોંધાવ્યો હતો. જિલ્લા પંચાયતની જિલ્લામાં આવેલી ગોધરા તાલુકામાં આવેલી ૯, કાલોલ તાલુકામાં આવેલી ૦૫, હાલોલ તાલુકામાં આવેલી ૦૫, ઘોઘંબા તાલુકામાં આવેલી ૦૬, જાંબુઘોડામાં આવેલી ૦૧, શહેરા તાલુકામાં આવેલી ૦૭ અને મોરવા હડફ તાલુકામાં આવેલી ૦૫ એમ તમામ ૩૮ બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજયી બન્યા હતા. આ પૈકીની અણિયાદ, દલવાડા, નાંદરવા અને કાનપુરની બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આ સાથે જ હાથ ધરાયેલ તાલુકા પંચાયતના પરિણામ જોઈએ તો વિવિધ તાલુકા પંચાયતની કુલ ૧૭૮ પૈકી ૧૬૮ બેઠકો પર ભાજપ, ૦૬ બેઠકો પર અપક્ષ અને ૦૪ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા હતા. ભાજપે ગોધરા તાલુકા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ૩૩, કાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૨૨, હાલોલ તાલુકા પંચાયતની ૨૪ પૈકીની ૨૩, ઘોઘંબા પંચાયતની ૨૬ પૈકી ૨૫, જાબુંઘોડાની તમામ ૧૬ બેઠકો, શહેરા તાલુકા પંચાયતની ૩૦ પૈકીની ૨૮ બેઠકો અને મોરવા હડફ તાલુકા પંચાયતની ૨૪ પૈકીની ૨૧ બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે ગોધરા તાલુકા પંચાયતની પોપટપુરા, હાલોલની શિવરાજપુર, શહેરાની વાડી અને મોરવા હડફની સુલીયાત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. ઘોઘમ્બા તાલુકા પંચાયતની બાકરોલ, શહેરાની મંગલિયાણા, કાલોલ તાલુકા પંચાયતની પલાસા અને વેજલપુર, મોરવા હડફની કુવાઝર અને વનેડા બેઠકો અન્ય ઉમેદવારોના ફાળે ગઈ હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નડિયાદમાં 2.5વર્ષની સગી દિકરી પર નરાધમ બાપનું દુષ્કર્મ, દાદા-દાદી અને માસીની સંડોવણી

ProudOfGujarat

પોરબંદરની ભાગોળે પેટ્રોલ પંપમાં તોડફોડ અને પાંચ લાખની માંગણીના કેસમાં આરોપીઓ નિર્દોષ.

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વરમાં હોળી – ધૂળેટી પહેલા પોલીસ સક્રિય, દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડો પાડી 41 આરોપીઓની કરાઇ ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!