ગોધરા અને પંચમહાલ જિલ્લાના મતદારોએ ચુંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં જુદા જુદા સમયે જુદા જુદા રાજકીય પક્ષોના ઉમેદવારોને મત આપી સ્થાનિક સ્વરાજ્યની લઈ વિધાનસભા – લોકસભા સુધી મોકલ્યા હોવા છતાં અહીં વિકાસના નામે લગભગ શૂન્ય છે એમ કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી. ગોધરા આટલું મોટું શહેર હોવા છતાં પ્રાથમિક જરૂરિયાતથી વંચિત છે જેના કારણે આટલી મોટી અગવડ નગરજનો ભોગવી રહ્યા છે જેનું મુખ્ય કારણ જવાબદાર તત્વ સબળ નેતાગીરીનાં અભાવે. હજી સુધી ગોધરા ત્યાંનું ત્યાં જ છે વિકાસની મોટી ગુલબાંગ પોકારાય છે અને અંતે તો બધું જ ઠરી જાય છે. ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતાની સીટો અંકે કરી લેવાની મથામણમાં પડ્યા છે, આતુરતાથી જ પોકળ અને જુઠ્ઠા વચનો મતદારોને આપવામાં આવી રહ્યા છે જો હું ચૂંટાઈશ તો આમ કરીશ તેમ કરીશ, અમારો પક્ષ સત્તા પર આવશે તો આ કરીશું તે કરીશું. મતદારોને ખોટા વચનો આપીને આભાસી ચિત્ર રૂડું રૂપાળું આભાસી ચિત્ર ખડું કરીને મતદારોને ભરમાવવામાં આવી રહ્યા છે અગાઉના વર્ષોની જેમ માત્ર મૃગજળ સાબિત થાય તે પહેલાં અહીંના બધાજ મતદારોએ જાગૃત થવાની જરૂર છે.
પંચમહાલ રાજુ સોલંકી