ગોધરા
ગોધરા ખાતે બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાનો રક્ષાશકિત મહોત્સવચાલી રહ્યો છે. મહંતસ્વામીની અમૃતવાણીનો મોટી સંખ્યમા હરીભક્તો લાભ લઈ રહ્યા છે. ત્યારે કીડનીની બીમારીથી પીડાતા હરીભક્તે મંહત સ્વામી પાસે દર્શન કરતી વખતે અક્ષર ધામમા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દર્શન કર્યા બાદ થોડીવારમા જ હરીભક્ત ઢળી પડ્યા હતા. તેઓનુ અવસાન થઈ ગયુ હતુ.
પંચમહાલ જીલ્લાના ઘોંઘબા ના રાજપુત ફળિયામા રહેતા નારસિંહ બાપુ અને તેમનો પરિવાર વર્ષોથી સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે.ગોધરા ખાતે ચાલી રહેલા રક્ષા શકિત મહોત્સવમાં BAPS ના વડા શ્રીમંહત સ્વામીના દર્શન કરવા મોટી સંખ્યામા ભક્તો જીલ્લાભરમાથી આવી રહ્યા છે. ત્યારે નારસિંહ બાપુપણ તેમનાપુત્ર સાથે સોમવારે રાત્રીએ મંહત સ્વામીનાદર્શનકરવા આવ્યા હતા ૮૮ વર્ષીય નારસિંહ બાપુ પોતે કીડની બીમારીથી પીડાતા હતા. તેમને મહંત સ્વામીને દર્શન કરતી પ્રાર્થના હતી કે ‘‘ દયા કરો મારા માટે અક્ષરધામમા જવાની પ્રાર્થના કરો હુ ઘણો જીવ્યો. ત્યારબાદ મંહત સ્વામીએ આ હરીભક્ત નારસિંહ બાપુને આર્શિવાદ આપ્યા. અને અક્ષર ધામ નિવાસ મળી જશે તેમ ક્હયુ.હતુ દર્શનબાદ થોડીવારમા નારસિંહ બાપા પોતાના પુત્રસાથે ઘરે જવા રવાના થયા તે અરસામા સભાસ્થળ ની બહાર જ અચાનક ઢળી પડ્યાહતા અને તેમનુ પ્રાણપખેરુ ઉડી ગયુ હતુ. આમ ગોધરા શહેરમા આ બનાવે ભારે ચર્ચા હરીભકતોમા જગાવી હતી.