પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂટણીઓનો પ્રચાર અંતિમ ચરણમાં છે. ગોધરામાં પાલિકા પંચાયતની ચૂંટણી પ્રચારનાં સર્દભમાં સી.એમ વિજયભાઈ રૂપાણીએ જાહેરસભાનું સંબોધન કર્યુ હતુ.
સી.એમ વિજયભાઈ રૂપાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યુ કે મહાનગરપાલિકાના પરિણામો આવ્યા. કોંગ્રેસને ખબર હતી કે તેમની હાર થવાની છે પરિણામોએ બતાવી દીધુ કે કોંગ્રેસ સત્તા માટે, વિરોધ પક્ષ માટે લાયક નથી. ૨૮ તારીખનું મતદાન કોંગ્રેસ મુકત મતદાન હશે, કોંગ્રેસનાં સફાયા માટેનુ મતદાન હશે. અનાજનાં ગોડાઉનમાં ગેરરીતી કરનારાને છોડવામાં નહી આવે. રાજ્યોમાંથી ગુજરાતીઓની એક ટ્રેન ભરીને આવી નથી ત્યારે મોદીનાં નામે સ્ટેડિયમ થાય કોંગ્રેસ સવાલો કરે છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધીના નામે કટેલા સ્ટેડિયમ છે જે તો કયા મોઢે કોંગ્રેસ વિરોધ કરે છે. કોઈ પણ હિન્દુઓની દીકરીઓ ઉઠાવી જાય તે નહીં ચલાવી લેવાય. લવજેહાદનાં કાયદાથી હિન્દુ બહેન-દીકરીઓની સુરક્ષા વધશે. ભૂમાફિયાઓ સામે 130 કેસમાં કાર્યવાહી શરૂ કરાઈ છે. ગુંડા એક્ટ દ્વારા પણ લોકોની સુરક્ષાનું ધ્યાન રખાઈ રહ્યુ છે.
કાર્યક્રમમા સાસંદ, ધારાસભ્યો, ઉમેદવારો, કાર્યકરો હાજર રહ્યા હતા.
પંચમહાલ,રાજુ સોલંકી
ગોધરામાં સી.એમ રૂપાણીનું લવ જેહાદ મામલે નિવેદન, ગુજરાતમમાં લવ જેહાદનો કાયદો લવાશે.
Advertisement