Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા ખાતે આવેલી ધી સહયોગ કો.ઓ.ક્રેડીટ સોસાયટી લિમીટેડ બેંક બંધ થઈ જતા ખાતેદારોનાં નાણાં ફસાતા તંત્રને લેખીત રજૂઆત.

Share

ગોધરા ખાતે આવેલી ધી સહયોગ કો.ઓ.ક્રેડીટ સોસાયટી લિમીટેડ બેંક બંધ થઈ જતા બેંકમાં રકમ લેવા જતા ખાતેદારોને પૈસા ન આપતા હોવાના તેમજ યોગ્ય જવાબ નહી આપવાના આક્ષેપ સાથે ખાતેદારોએ જીલ્લા કલેટકરને રજુઆત કરી છે.

આવેદનપત્રમાં ખાતેદારોએ રજુઆત કરી છે કે અમે જે બચતો જમા કરાવીએ છે. તેની પાસબુક આપવામાં આવે છે અમે બેંકના ખાતામાં રકમ જમા અને ઉપાડ કરીએ છે. અમે હાલમાં નાણાં જમા કરાવવા માટે આવેલા તો અમને જાણવા મળ્યુ છે કે બેંક બંધ થઈ ગયેલ છે. કોઈ પણ ખાતેદારે પૈસા જમા કરાવા કે લેવા આવવુ નહી તેમ કહેવામાં આવતુ હતુ. બેંક તરફથી કોઈ માહીતી આપવા તેમજ સરખો જવાબ આપવામા આવતો નથી. અમારી રકમ પરત જમા કરાવામાં આવેલી છે તે રકમ પરત આપતા નથી ખોટી રીતે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ છે. અમારી મહેનતની બચત અમે જમા કરાવ્યા છે. બેંક દ્વારા ગુનાહીત કાર્ય કરવામાં આવેલ છે. જો અમને નાણાં વ્યાજ સહિત નહી પરત કરવામાં આવે તો અમારે કાયદેસરના પગલા ભરવાની જરૂર પડશે તેવી લેખિત રજુઆતમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે.

ગોધરા ખાતે આવેલી ધી સહયોગ કો.ઓ.ક્રેડીટ સોસાયટી લિમીટેડ બેંક બંધ થઈ જતા બેંકમા રકમ લેવા જતા ખાતેદારોને પૈસા ન આપતા હોવાના તેમજ યોગ્ય જવાબ નહી આપતા આખરે ગોધરાના ભોઈ સમાજના લોકોએ ગોધરા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલને રજૂઆત કરવામાં આવી હતી જેથી પોલીસ અધિક્ષક તાત્કાલિક ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે જાણ કરી ફરિયાદ દાખલ કરવા માટે કહ્યું હતું ગોધરાના શહેરા ભાગોળ ફાટક પાસે રહેતા અને છૂટક શાકભાજીના ધંધો કરતા ભોઈ સમાજ અને અન્ય જ્ઞાાતિના લોકોના આશરે દસ લાખ રૂપિયા ફસાતા ગોધરા કલેક્ટર સહિત પોલીસ અધિક્ષક રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

ધી સહયોગ કો.ઓ.ક્રેડીટ સોસાયટી લિમીટેડ બેંકના 15 ખાતેદારોના આશરે દસ લાખ રૂપિયા ફસાયાની યાદી.

નામ. ફસાયેલા રકમ
1. મીનાબેન ડાહ્યાભાઈ ડબગર 24900
2.નયનાબેન ભગવાનદાસ ડબગર. 9600
3. પ્રિયંકાબેન ડાહ્યાભાઈ ડબગર. 7400
4. કાંતિલાલ છોટાલાલ ડબગર. 38700
5. કપિલાબેન રમેશભાઈ રાવલ. 7500
6. ધર્મેશ ફૂલસિંહ ભોઈ. 80000
7. રાજેશભાઇ નાનુભાઈ ભોઈ. 160000
8. કંચનબેન જગદીશભાઈ ભોઈ. 122800
9. સુનીલભાઈ ફૂલસિંહ ભોઈ. 20400
10. લાલીબેન અનિલભાઈ ભોઈ. 120200
11. ગીતાબેન ચૂનીભાઈ ભોઈ. 47300
12. રાજભાઈ ભોઈ. 71700
13. ઈશાબેન ભોઈ. 50800
14. ઓમવીર જગદીશભાઈ. 40000
15. સુશીલાબેન પ્રેમકુમાર 37000

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

शूटिंग नहीं, मुबंई के गड्ढे भरकर दिन की शुरुआत कर रहे हैं विक्की कौशल

ProudOfGujarat

વડોદરાની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા અનેક કામદારો ઇજાગ્રસ્ત : 4 નાં મોત.

ProudOfGujarat

ઉજ્જિવન સ્મોલ ફાયનાન્સ બેંકએ વ્યક્તિગત લોન પૂરી પાડવા માટે નીરા (NIRA) ની સાથે ભાગીદારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!