Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 4 નાં કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું.

Share

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે તેને લઈ ગોધરા શહેરમાં પણ ચુંટણીનો માહોલ જામ્યો છે ગોધરા નગરપાલિકાનાં વોર્ડ નંબર 4 કોગ્રેસના ઉમેદવાર 1. સોનાલીબેન પરીક્ષિતભાઈ ચૌહાણ 2. મિત્તલબેન અતુલકુમાર રાણા 3. દિલીપભાઈ અંબાલાલ ભાટીયા 4. સુરજકુમાર પ્રકાશભાઈ આહુજા તેમજ કોગ્રેસ કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં કોંગ્રેસની જીત ચોક્કસપણે છે ની વાત કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મંત્રી દક્ષેશ પટેલ, માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પટેલ તેમજ રાણા સમાજ તથા સિંધી સમાજના વડીલોની ઉપસ્થિતમાં વોર્ડ નંબર 4 માં કોગ્રેસનું ચુંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું સાથે કોંગ્રેસનાં ચારેય ઉમેદવાર દ્વારા વોર્ડ નંબર 4 ના પડતર પ્રશ્નોને વેગ આપવા માટેની વાત સાથે જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડિયા પ્રાંત અધિકારીને આજરોજ અલગ-અલગ સમસ્યાઓ બાબતે બે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા

ProudOfGujarat

લીંબડીમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પાણી ભરાતા દલિત સમાજે નગરપાલિકા ખાતે ધરણાં કર્યા.

ProudOfGujarat

રાજપારડીમાં ૯૮ અને ઉમલ્લામાં ૪૨ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા. .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!