Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાનાં પાવર હાઉસ ખાતે ધારાસભ્ય સી.કે રાઉલજીનાં વરદ હસ્તે ચુંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

Share

ગોધરામાં આવેલ વોર્ડ નંબર 4 પાવર હાઉસ વિસ્તાર ખાતે ગોધરાના ધારાસભ્યના વરદ હસ્તે ચુંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રેરિત વોર્ડ નંબર 4 નાં ઉમેદવાર સહિત કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

ગોધરામાં આવેલ પાવર હાઉસ વિસ્તારમાં ધારાસભ્ય સી.કે રાઉલજીનાં વડપણ હેઠળ ચુંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રેરિત વોર્ડ નંબર 4 ના ઉમેદવાર 1. જીતેન્દ્ર કુમાર ધરમદાસ સાવલાણી, 2. ભારતીબેન સતીષકુમાર પટેલ, 3. રાકેશકુમાર સોમાભાઈ રાણા, 4. રમીલાબેન શાન્તિલાલ સોલંકી સહિત ભાજપના આગેવાનો તેમજ કુલદીપસિંહ, મહેશભાઈ હારુમલાણી દયાલ ભગત અને સિંધી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ગોધરામાં ભાજપ આ વખતે વોર્ડ નંબર 4 માં ભવ્ય વિજય મેળવવા માંગતું હોય તેમ તૈયારીઓ કરી રહ્યું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરત જિલ્લામાં સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હાથ ધર્યું.

ProudOfGujarat

પી.એમ મોદીએ લંકેશ અને નટુકાકાના નિધન પર કરી ટ્વીટ : રંગમચના ગુમાવ્યા બે પ્રતિભાશાળી કલાકારો

ProudOfGujarat

અંકલેશ્વર- ભરૂચ એલસીબીએ પત્તા પાના ના જુગાર સાથે ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!