લાંબા સમય બાદ કોરોનાનું સંક્રમણ ઓછું થતા દિલ્હી એન.સી.સી.ડાયરેકટરની ગાઈડલાઈન અને આપેલ કેમ્પ કાર્યક્રમ સૂચના ઓને ધ્યાનમાં રાખી 30 ગુજરાત બટાલિયન એન.સી.સી.ગોધરા દ્વારા સરકાર ની SOP ને અનુસરી બીજા અને ત્રીજા વર્ષના કેડેટ માટે CATC-1 કેમ્પનું આયોજન શેઠ.પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે તારીખ 12/2/2021 થી 19/2/2021 સુધી રાખવામાં આવેલ છે
જેમાં ત્રણ દિવસ બીજા વર્ષના અને પાંચ દિવસ ત્રીજા વર્ષના કેડેટ ને બોલાવી જરૂરી ટ્રેનિંગ આપવામાં આવશે, આ કેમ્પમા 142 કેડેટ ભાગ લઈ સોશ્યિલ ડિસ્ટન્સસિંગ, માસ્ક, ટેમ્પરેચરની તાપસ વગેરેનો ઉપયોગ કરી ટ્રેનીંગ લઈ રહ્યા છે.
30 ગુજરાત બટાલિયન, એનસીસી કમાન્ડિંગ, ઓફિસર કર્નલ કિરીટ નાયર, એડમ ઓફિસર કર્નલ એસ. બી સસાલત્તિ એસ.એમ ગુરુમુખસિંહ, પી.આઈ સ્ટાફ, ANO ની ઉપસ્થિતમાં ઓપનિંગ અડ્રેસ કરી કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ કેમ્પમાં ટ્રેનીંગ દરમ્યાન મેપ રીડિંગ, વેપન ટ્રેનીંગ, ડ્રિલ, ફીલ્ડ અને બેટલ ક્રાફ્ટ ઉપરાંત અન્ય નોન મિલિટરી વિષય વિશે શીખવાડવામાં આવે છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરાની શેઠ.પી.ટી. આર્ટસ & સાયન્સ કૉલેજ ખાતે CATC-1 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
Advertisement