પંચમહાલ જીલ્લામાં હજી ચૂંટણીઓના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ છે ત્યારે કોંગ્રેસમા મેન્ડેટને લઇને આંતરીક કચવાટ ઉભો થયો છે. જેને લઈને યુથ કોંગ્રેસના કાર્યકરો રાજીનામા આપે તેવી ચર્ચાઓ પણ વહેતી થઈ છે. પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ પડે તેવી શકયતાઓને નકારી શકાય તેમ નથી.ગોધરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 1 અને 11 ની અંદર મેન્ડેટ ન આપતા હોવાની ચર્ચાઓ માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલના કહેવાથી વહેતી થતાં ગોધરા શહેર કોંગ્રેસ પ્રમુખ સિદ્દીક ડે ની ગુજરાત કોગ્રેસ મંત્રી દક્ષેશ પટેલ પંચમહાલ યુથ કોંગ્રેસના મીકી જોસેફ અને તેઓના ટેકેદારો સાથે સાજે 5 વાગ્યા સુધી નિર્ણય નહીં લેવાય તો કોંગ્રેસમાંથી રાજીનામા આપી દે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને સાથે સાથે પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના આગેવાનો અને કાર્યકરો સાથે રાખી કાર્ય કરવાનું હોવાથી 200 થી 300 આગેવાનો અને કાર્યકરો ભેગા મળીને રાજીનામાં આપી શકે તેવી આધારભુત સુત્રો પાસેથી માહીતી મળી છે.
પંચમહાલ રાજુ સોલંકી