Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરામાં ધ્વનિ પ્રદૂષણ કરનારા બુલેટ ચાલકો સામે પોલીસ કાર્યવાહી.

Share

પંચમહાલ જીલ્લાનાં ગોધરા શહેરમાં જાહેર સ્થળો પર બુલેટ લઇને આંટાફેરા મારીને ધ્વનિપ્રદૂષણ ફેલાવનારાઓ બુલેટ રાજાઓ પર પંચમહાલ પોલીસે લાલ આંખ કરી છે. ગોધરા શહેરના નાગરિકની રજુઆતને પગલે સરકારના કાયદનુંનુ કડક અમલ કરતા પોલીસે 21 જેટલી બુલેટ બાઇકો ડીટેઇન કરીને મેમો આપવાની કાર્યવાહીને પગલે ગોધરાના કહેવાતા બુલેટ રાજાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં સાયલન્સર બદલીને બૂલેટ ફેરવીને ભારે ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હતા. વધુમાં તેના કારણે આમ નાગરિકો પણ તેનો ભોગ બનતા હતા. ગોધરા શહેરમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા અવાજ કરનારી બુલેટ બાઈકો સામે પગલા લેવામા આવે તેવી રજુઆત કરી હતી. જેથી બુલેટ બાઇકો સામે પગલાં ભરવામાં આવે એવી માંગણી કરતી રજુઆત રાજ્ય વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને કરી હતી. જે બાદ વાહન વ્યવહાર મંત્રીએ તાજેતરમાં જ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બુલેટ બાઈક સામે કાર્યવાહી કરવા લેખિતમાં ભલામણ કરી હતી. ત્યારે સરકારે પણ માત્ર ગોધરા જ નહિ સમગ્ર રાજ્યમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોય એવા બુલેટ બાઈક સામે કાર્યવાહી કરવાની પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી છે. સરકારના આદેશ બાદ ગોધરા શહેર ટ્રાફીક પોલીસ ટીમ એક્શનમાં આવી ગઈ છે. હાલ તો 21 જેટલા બુલેટ બાઈક ડિટેઇન કરીને મેમો આપવામા આવ્યા છે. આગામી સમયમાં પણ આ પોલીસ દ્વારા બુલેટગીરી કરતા તત્ત્વો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાના પગલે ગોધરા શહેર અને જીલ્લાનાં બુલેટ ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

પંચમહાલ,રાજુ સોલંકી


Share

Related posts

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા યુથ ફેસ્ટિવલનું આયોજન રોટરી હોલ ખાતે કરાયું.

ProudOfGujarat

ભરૂચ-મુલદ ટોલ પ્લાઝા નજીક ટેન્કર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા મહીલાનુ મોત-પતિ અને પુત્રને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા..

ProudOfGujarat

ભરૂચમાં “સ્વતંત્રતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકાના વિપક્ષનાં સભ્યો દ્વારા શાળાના બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!