ગોધરા,
ગોધરા શહેરમા આવેલા પોપટપુરા પાસે આવેલા ગણેશમંદિર ખાતે આજે મોટી સંખ્યામા ભાવિક ભકતો ઉમટી પડયા હતા.ગોધરા- વડોદરા હાઇવે પર આવેલુ હોવાથી અહી રસ્તે જતા પ્રવાસીઓએ પણ દર્શનનો લાભ લીધો હતો.સમી સાજે મંદિરની બહાર ગણેશ દાદાના દર્શન કરવા લાબી લાઇનો લાગી હતી.
પંચમહાલ જીલ્લામા એક માત્ર ગણેશ મંદિર ગોધરા -વડોદરા હાઇવે માર્ગ પર પોપટપુરા ગામે આવેલુ છે. આ મંદિર મા ગણેશની પ્રતિમા ૧૦૦ પુરાણી અને
અહી જગ્યાએ સ્વંભુ પ્રગટ થઈ હતી.આજે અંગારચોથ હોવાથી સવારથી દાદાના ભકતોનો પ્રવાહ ધીમેધીમે વધતો હતો અહી આજે મેળો પણ ભરાયો હતો,સમી સાંજે ભકતોના પ્રવાહમા વધારો થયો હતો.અનેલાંબી લાઇનો લાગી હતી.
સાથે દર મંગળવારે પણ અહી ભકતો ઉમટી પડે છે.અને ગણેશ ચર્તુથીમા તો જાણે અહી ઘોડાપુર ઉમટી પડે છે.
દર્શનાથે આવેલી જયશ્રી પરમારે જણાવ્યુ કે ” અહી દાદા સૌની મનોકામના પુર્ણ કરે છે.એટલે માત્ર ચોથ જ નહી પણ જયારે આ મંદિર પાસેથી પસાર થવાનો મોકો મળે છે ત્યારે શિશ ઝુકાવુ છુ અને દાદાએ મારા દરેક કાર્યો મા સફળતા અપાવી છે,