શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના વાર્ષિક એન.એસ.એસ. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર અમિત અરોરાની ઉપસ્થિતમાં દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનું ઉદ્દઘાટન ડોક્ટરના મુવાડા ગામ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.બી.પટેલ, જે એલ. કે કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ એચ ગારડી કોમર્સ કોલેજ કાકણપુરના પ્રિન્સિપાલ ડો. જૈમિની શાસ્ત્રી , ડો. સુરેશ ચૌધરી, ડોક્ટરના મુવાડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ જશપાલસિંહ સોલંકી, ડાયેટ પંચમહાલ ના કોરડીનેટર શ્રી ઉપરાંત એન.એસ.એસ. ના 65 જેટલા વિદ્યાર્થીઓ વાર્ષિક શિબિરમાં જોડાયા હતા. કલેક્ટર અમિત અરોરા એ વિદ્યાર્થીઓને ખાસ પરિણામલક્ષી કાર્યો કરવા જણાવ્યુ હતું તેમજ કેમ્પથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે અને કોરોના કાળ પૂરો થવા આવ્યો છે ત્યારે કોવિડ-19 પ્રોટોકોલ પ્રમાણે થતી આ શિબિરના કાર્યક્રમોની ખુબજ પ્રસંશા કરી હતી. પ્રોગ્રામ ઓફિસર, ડો. રૂપેશ નાકરે,એનએસએસ પ્રોગ્રામ શિબિરનું આયોજન કર્યું હતું. તેમણે સમગ્ર 7 દિવસીય કેમ્પમાં થતાં કાર્યક્રમો જેવા કે વેક્સિનેશન ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ, વ્યસન મુક્તિના કાર્યક્રમો, કલ્ચરલ પ્રોગ્રામ, રેલી, ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ વગેરેની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. કૂ. જાનકી પટેલે સમગ્ર સંચાલન તથા ગ્રૂપ લીડરો તરીકે કોમલ વરિયા અને સાર્થક દરજીએ ખાસ સેવા આપી હતી. બંને કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.બી.પટેલે કોલેજે ભૂતકાળમાં કરેલા કાર્યોની માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. જ્યારે ડો. જૈમિની શાસ્ત્રી યુવાનો દેશનું ભવિષ્ય છે તથા પંચમહાલ પ્રશાસન દ્વારા અને એનએસએસ સ્વયંસેવકો દ્વારા કોરોના કાળમાં થયેલ કાર્યોની પ્રશંસા કરી હતી અને આ અંગે વિદ્યાર્થીઓના આ પ્રયાસને વધાવ્યો હતો. જસપાલસિંહ સોલકીએ ખાસ ગામ અને શાળા તરફથી વિદ્યાર્થીઓને શિબિરમાં પૂર્ણ સહકાર મળશે તેની ખાતરી આપી હતી. આ શિબિર ડોક્ટરના મુવાડા પ્રાથમિક શાળા ખાતેથી ગામમાં કુલ 7 દિવસ ચાલશે જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ગામમાં કરવામા આવશે.
પંચમહાલ રાજુ સોલંકી