ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ પ્રમાણે અને જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અજીતસિંહ ભાટીના માર્ગદર્શન મુજબ ગોધરા શહેર કોંગ્રેસ પ્રમુખ સિદ્દીક ડેનીનાં નેતૃત્વમાં ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 4 વિસ્તારમાં ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાન કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ જેમાં શહેરના વોર્ડ નંબર 4 માં આવતા વિસ્તારોમાં કોંગ્રેસની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભાજપની નિષ્ફળતા સામે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ગોધરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ બંને રાજકીય પક્ષો દ્વારા સભાઓ અને પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગોધરા કોંગ્રેસ દ્વારા નાગરિકોના ઘરે-ઘરે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નવ સર્જન ગુજરાતના સુત્રને સાર્થક કરવા માટે નાગરીકોને કોંગ્રેસ કરેલા કાર્યો બતાવવામાં આવી રહ્યા છે.
ભાજપ દ્વારા ગુજરાત મહાસંપર્ક અભિયાન થકી મતદારોના ઘર સુધી પહોંચવાના કાર્યક્રમ બાદ હવે કોંગ્રેસ પણ જાણે ભાજપના પગલે મતદારો સુધી પહોંચવા માટે જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યાે છે. જેના પગલે આજે ગોધરાના વોર્ડ નંબર 4 માં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગોધરા ખાતે પણ આજે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મતદારોના ઘર સુધી પહોંચી કોંગ્રેસની વિચારધારા જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કર્યાે છે.
ચૂંટણીઓના પગલે સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી મતદારોને પોતાના તરફી આકર્ષવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. જેના ભાગ રૂપે આજે ગોધરા ખાતે આવેલ વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન પ્રારંભ કરી મતદારોનો સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે. પાર્ટીની વિચારધારાની સાથે નવ સર્જન ગુજરાતના સુત્ર સાથે મતદારોને કોંગ્રેસ પાર્ટી તરફ આકર્ષવાના પ્રયાસો શરૂ કરાયા છે. જો કે ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ મતદારો સુધી પહોંચતા મતદારો બન્ને પક્ષની વાત સાંભળી રહ્યા છે. પરંતુ મતદારો મતદાન ક્યાં પક્ષની તરફેણમાં કરશે તે હાલ કહેવું મુશ્કેલ છે.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી દક્ષેશ પટેલ, યુસુફભાઇ શેખ, યુવા જીલ્લા પ્રમુખ મિકી ભાઈ જોસેફ, ગોધરા શહેર સોશિયલ મીડીયા પ઼મુખ સુફી સુલતાન, યુથ મહામંત્રી હસન છકડા, યુથ ગોધરા શહેર કોગ્રેસના પ્રમુખ સંની આહુજા, યુથ ઉપપ્રમુખ અલ્તાફ હયાત, શહેર મહામંત્રી ફરીદ ચરખા, એડવોકેટ જયગણેશભાઈ ચૌહાણ, જીગ્નેશ ભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજાનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી