પંચમહાલ જીલ્લા ગ્રાહક નિવારણ તકરાર ફોરમ નિવારણ કમિશન દ્વારા એક ચુકાદાના ભાગરૂપે ગોધરાની એચ.ડી.એફ.સી. બેંકને રૂ.10,000 ચૂકવવા માટેનો ચુકાદો આપવામા આવ્યો છે.
મળતી વિગત અનુસાર ગોધરામાં રહેતા એક સિનીયર નાગરિક એચ.ડી.એફ.સી. બેઁકમા ખાતુ ધરાવે છે. પોતાના નાણાંની જરૂરીયાત હોય તેઓ બેંકમાં નાણા લેવા માટે ગયેલા હતા પણ બેંકનુ સર્વર બંધ હતુ આથી બેંક સત્તાધીશો દ્વારા એ.ટી.એમ. માંથી ઉપાડી લેવા જણાવેલ હતુ પણ એ.ટી.એમ. નું સર્વર પણ બંધ હતું.
બેંકનાં મેનેજરને આ બાબતે તેમને પૈસાની જરૂર હોય જાણ કરતા મેનેજર દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામા આવ્યુ હતું આથી સિનીયર નાગરિક જવાબદાર સત્તાધીશોને ટિવટર દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી. વધુમાં સિનીયર નાગરિકે ગ્રાહક નિવારણ તકરાર ફોરમમાં અરજ કરી દલીલો ચાલતા અરજદાર નાગરિકનાં પક્ષમા ચુકાદો આવ્યો હતો. તમામ દલીલોને ગ્રાહ્ય રાખીને એચ.ડી.એફ.સી. બેંકને રૂ.10,000 ચુકવાનો આદેશ આપ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી