ગોધરા ખાતે આજે સંવિધાન દિવસનાં ભાગરૂપે ૩૦ ગુજરાત એન.સી.સી બટાલિયન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને બંધારણના આમુખની શપથ લેવામાં આવી હતી.
સમગ્ર દેશમાં આજે ૨૬ નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવામાં આવે છે. લોકતંત્રમાં સંવિધાન-બંધારણને સર્વોપરિ ગણાવતાં તેની રક્ષા આપણું કર્તવ્ય છે. આપણા બંધારણના ઉદેશો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા જળવાઇ રહે તો જ લોકશાહિ પ્રબળ અને મજબૂત બને તેવો ધ્યેય રાખીને લોકો માટે, લોકો વડે, લોકો થકી આ લોકતંત્રની બંધારણની ગરિમા આપણે સૌએ વધારવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪ થી તા.ર૬ નવેમ્બરને રાષ્ટ્રભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવાની પરંપરા શરૂ કરવામા આવી હતી. પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે પણ આજે સવિંધાન દિવસની ઉજવણી કરવામા આવી હતી. જે અંતર્ગત ૩૦ ગુજરાત બટાલિયન એન.સી.સી. ગોધરા દ્વારા ઉજવણી કરવામા આવી હતી. જેમા બંધારણના આમુખની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
26 નવેમ્બર બંધારણ દિવસ અંર્તગત 30 ગુજરાત બટાલિયન એન.સી. સી. ગોધરા દ્વારા આજરોજ બંધારણ આમુખની પ્રતિજ્ઞા લેવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બટાલિયનના CO કર્નલ S.B. Sasalatti, SM ગુરમુખસિંહ, પી.આઈ. સ્ટાફ, એસ.પી. ટી.કૉલેજ ગોધરાના એન.સી. સી. કેડેટ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી