ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે શહેરા વડોદરા રોડ પર કોઠી સ્ટીલ સામે આવેલા પટેલ કમ્પાઉન્ડમાં ગોડાઉનની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાં બે થી ત્રણ વાહનોમાં શંકાસ્પદ અનાજની બોરીઓનો જથ્થો એક ગાડીમાંથી બીજી ગાડીમાં ભરવામાં આવી રહ્યો છે, જેના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા કેટલાક ઈસમો એલ.પી ટ્રકમાંથી અનાજની બોરીઓ ઉતારી તેને ખોલી અનાજનો જથ્થો બીજા થેલામાં પલટાવી ગાડીમાં ભરી રહ્યા હતા, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા દરેક બોરી પર સસ્તા અનાજની બોરી જેવા જ લેબલ તેમજ સ્ટીકર લગાવેલા હોવાનું જણાઇ આવ્યું હતું,
જેને લઇને પોલીસે ખાતરી કરતા અનાજનો જથ્થો સરકારી હોવાનું માલુમ પડ્યું હતું, આમ પોલીસ દ્વારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ વાહનોમાંથી કુલ ૪૧૪ બોરી ઘઉંનો જથ્થો, ત્રણ વાહનો સહિતનો કુલ ૩૧.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસે સ્થળ પરથી ખંગારસિંહ પરમાર, પ્રભાતસિંહ પરમાર, અક્ષયકુમાર પરમાર, દિલીપભાઈ ચૌહાણ, દીપકભાઈ પરમાર, મહેશભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, અને રમેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિઓની અટકાયત કરી હતી, પોલીસે નાસી જનાર ઈસમો તેમજ સરકારી અનાજનો જથ્થો મંગાવનાર વ્યક્તિઓની શોધખોળ આદરી હતી, પોલીસે આ ગુના સંદર્ભે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા પાસે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાઇ રહ્યો હતો..???? ત્યાં જ પોલીસ ટીમ ત્રાટકી..જાણો વધુ.
Advertisement