Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : ગોધરા શહેરમાં આવકવેરા વિભાગનાં દરોડા, વેપારીઓ બિલ્ડર લોબીમાં ફફડાટ.

Share

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરામાં વહેલી સવારથી આવકવેરા વિભાગના દરોડા પાડવામા આવતા વેપારીઓમા ફફડાટ વ્યાપી ગયો હતો. ગોધરા શહેરમાં આવેલા તેલ વેપારીઓ, બિલ્ડર અને અન્ય વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગની 15 જેટલી ટીમો બનાવીને અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. હાલ સર્વેની કામગીરી ચાલુ હોવાનુ જાણવા મળ્યુ છે.

પંચમહાલ જીલ્લાંના વડામથક ગોધરામાં આવેલી બિલ્ડર અને તેલના વેપાર કરનારા મોટા વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામા આવ્યો છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે પહેલા જ આવકવેરાની ટીમે દરોડા પાડયા છે. આજે વહેલી સવારે આવકવેરા વિભાગના અધિકારીઓ અલગ અલગ વાહનોમાં ગોધરા આવી પહોચ્યા હતા. આવકવેરા વિભાગની જુદી જુદી 15 ઉપરાંત ટીમો દ્વારા ગોધરા શહેરના અનાજ, તેલના મોટા વેપારીઓ , બિલ્ડરો, ફાયનાન્સનો વેપાર કરતા વેપારી, ઓટોમોબાઇલનો બિઝનેસ કરતા વેપારી તેમજ સ્ક્રેપનો બિઝનેસ કરતા વેપારીઓને ત્યાં વહેલી સવારથી આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામા આવી રહી છે. આવકવેરાની તપાસના પગલે કેટલાક વેપારીઓ, બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

સુરત ડેવલપમેન્ટમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે બીજી તરફ પ્રદુષણ પણ આગેકુચ કરી રહ્યું છે.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ સ્થિત કે પી એસ ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાજપીપળા : કોરોનામાં પિતાનું છત્ર ગુમાવનાર અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળની લાભાર્થીને સહાય યોજનાના મંજૂરી પત્રો અને શૈક્ષણિક કિટ એનાયત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!