ગોધરા પાલિકાના સભ્ય ઈલ્યાસચાંદા દ્વારા સુર્વણ જંયતિ શહેરી વિકાસ યોજના હેઠળ બનાવામા આવેલા રોડની તપાસ કરવા માટે રજુઆત કરવામા આવી છે.
નગરપાલિકાના ચીફ ઓફિસરને આપવામાં આવેલા આાવેદનપત્રમાં જણાવામા આવેલ છે સ્વર્ણિમ જંયતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી ૮૮ આઉટ ક્રોધ વિસ્તારના વિકાસ માટે ૨૦૧૬-૧૭ માં ૬૦૨. ૦૦ લાખની ગ્રાન્ટ હતી. તે અન્વયે નગરપાલિકા દ્વારા ૮૨ રોડ બનાવા બદલ રૂપિયા ૫,૬૫,૨૯,૪૨૫ ની તાંત્રિક મંજુરી તથા વહીવટી મંજુરી મેળવી હતી. તે રોડોમાંથી રોડ બની ગયેલ હોય તેમા મેજર એસ્ટીમેન્ટમાં ગેરરીતી થઈ હોય તથા એસ્ટીમેન્ટ બન્યુ હોય તેનાથી વિપ્રિત કામ કર્યુ હોય તથા શરત ભંગ કરીને નગરપાલિકા સરકારની માલીકીની જમીન પરના રોડ ના બનાવી પ્રાઈવેટ માલીકીની જમીનમા રોડ બન્યા હોય તેવી શંકા થઈ રહેલ છે. એ તત્કાલ અસરથી તપાસ કરીને એમા ગેરરીતી થઈ હોય તેમા શરતભંગ થઈ હોય તો એવા લોકો સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટે જણાવામા આવ્યુ છે.
પંચમહાલ રાજુ સોલંકી