Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામાં ઓનલાઈન શોપિંગનાં બહાને પૈસા ખંખેરતા શખ્સની ધરપકડ.

Share

ગોધરા રેન્જ પંચમહાલ ગોધરા રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાનાં માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં પી.આઇ. જે.એન. પરમાર દ્વારા સાયબર ક્રાઇમનાં ગુનાનો પર્દાફાશ કરતાં ગોધરામાં ગ્રાહકોને ઓનલાઈન ખરીદ-વેચાણ ડીલ કરી નાણાં પડાવતા શખ્સને ઝડપી પાડયો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર ગુજરાત રાજયનાં પંચમહાલ જીલ્લાનાં અલગ-અલગ એ.સી. રેપેરિંગનાં સ્પેરપાર્ટ, ગેસ ખરીદી માટે, ઈન્ડિયા માર્ટ વેબસાઇટ ઉપર ઇન્કવાયરી કરનાર ગ્રાહકોનાં મોબાઈલ નંબર મેળવી એ.સી. સ્પેરપાર્ટ ડીલરનાં નામથી ડીલ કરવા અને એડવાન્સ પેટે ગૂગલ પે માં નાણાં ભરાવી અને ડિલિવરી નહીં આપી છેતરપિંડી કરનાર ઇસમની છળકપટથી મેળવેલી રકમ રૂપિયા 25,000 તથા તેના મોબાઈલ સાથે ગોધરા પોલીસે પકડી પાડયો છે. તેમજ આ કામનો આરોપી ગ્રાહકોનાં પૈસા ઉપાડી પોતાની પાસે રાખી પોતાના અંગત ખર્ચ માટે વાપરતો હતો. આ અંગે પોલીસે તેનો મોબાઈલ ફોન અને અલગ-અલગ સિમ નંબર પકડી પાડયા છે તેમજ છેતરપિંડી કરી ગ્રાહકો પાસેથી લીધેલ નાણાં પોતાની પાસે હોવાની પણ પોલીસને કબૂલાત આપી છે આ અંગે ગોધરા પોલીસ સિટી બી ડિવીઝન ખાતે ઇપીકો કલમ 406, 420 તથા આઇ.ટી.એકટ કલમ 66(ડી), 66 (સી) મુજબ પકડાયેલા ઇસમની પોલીસે છેતરપિંડી સહિતનાં ગુનામાં પકડી પાડયો છે. વધુ તપાસ ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ પંચમહાલ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે ઓનલાઈન દવાના વેચાણ મુદ્દે વેપારીઓ અને કેમિસ્ટોએ દુકાનબંધ રાખી ઓનલાઈન વિક્રેતા કંપનીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.તેમજ વેપારીઓ એ પણ વોલમાર્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો…

ProudOfGujarat

સુરત કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાર માળના બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં તારીખ 9 એપ્રિલે 30 ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!