ગોધરા નગરપાલિકાની આરોગ્ય શાખા ના ફુડ ઇન્સ્પેક્ટર દ્વારા દશેરાના તહેવારને અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી મીઠાઇ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને 19 સ્થળોએથી જલેબી ફાફડા ના નમુનાઓ લેવામાં આવ્યા છે. ગોધરા નગરપાલિકા ની આરોગ્ય શાખા દ્વારા વિજયાદશમી ના તહેવાર ને લઈને શહેરના અલગ અલગવિસ્તારો માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પંચમહાલ જીલ્લા ના વડામથક ગોધરા ખાતે આજે દશેરાના દિવસે નગરપાલિકાની ફુડ ઇન્સપેકટરની ટીમ દ્વારા શહેરની ફરસાણની દુકાનો પર આકસ્મિક ચેંકીગ હાથ ધરવામા આવ્યુ હતુ.જેમા ૧૯ જેટલી દુકાનો પર તપાસ હાથ ધરીને ફાફડા જલેબીના બનાવવા માં આવતા તેલ સહિતની ચીજવસ્તુઓના સેમ્પલો લેવામા આવ્યા હતા.પાલિકા દ્વારા ચેંકીગના પગલે ફરસાણના વેપારીઓમા ફફડાટ પેસી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આજે પંચમહાલ જિલ્લામાં દશેરાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. દશેરામાં ફાફડા જલેબી ખાવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.નાના શહેર હોય કે મોટુ શહેર ફાફડા જલેબી વિના દશેરાનું પર્વ જાણે અધૂરુ હોય તેવી લાગણી થાય છે.ફરસાણના વેપારીઓ દશેરાને લઈને તૈયારીઓ શરુ કરી દેતા હોય છે. ગોધરા શહેરમા આજે નગરપાલિકાના ફુડ ઇન્સ્પેકટર વાય.સી.શાહે તેમની ટીમ સાથે ફાફડા-જલેબી બનાવતી જલેબી ફાફડાના સ્ટોલો પર અચાનક ચેંકીગ હાથ ધરવામા આવ્યુ હતુ. ગોધરાના નગરજનોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે હેતુથી આ ચેંકીગ હાથ ધરવામા આવ્યુ હતું ગોધરા શહેરમાં શહેરા ભાગોળ,લાલબાગ બસ સ્ટેશન, પાજરાપોળ, પટેલવાડા વિસ્તારમા આવેલી સ્વીટ ફરસાણની દુકાનો પર ચેંકીગ હાથ ધરવામા આવ્યુ હતુ.ટીમ દ્વારા ૧૯ જેટલી ફરસાણની દુકાનો પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.