પંચમહાલ જીલ્લામાં લોકડાઉન બાદ અનલોકની પરિસ્થિતિનાં કારણે શાળા કોલેજો બંધ છે. જેમા વિદ્યાર્થીઓની વાત કરવામા આવે તો હાલ ઓનલાઈન શિક્ષણ મેળવે છે પણ ગરીબ વિદ્યાર્થીઓનુ શુ ? આ બધાની વચ્ચે ગોધરાના એક વનવિભાગના અધિકારીએ પહેલ કરી છે. પોતાના પિતાની પુણ્યતીથીની દર વર્ષે ઉજવે અને તેને યાદગાર બનાવે છે. હાલ તો કોરોનાની વૈશ્વિક મહામારી છે. તેને લઈને તેમને ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને મફત પુસ્તકોની ભેટ આપી સામાજીક સેવાનુ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.
ગોધરામાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર વી.ડી. પરમારે પોતાના પિતાજીની પુણ્યતીથી નિમીતને યાદગાર બનાવીને એક સામાજીક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડેલ હતું. ગોધરામાં આવેલી આંબેડકર પ્રાથમિક શાળાના ગરીબ વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઇને શૈક્ષણિક પુસ્તકોની સહાય આપવામા આવી હતી. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. તેના કારણે શાળાઓનું શૈક્ષણિક કાર્ય બંધ છે. હાલમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે. ત્યારે આંબેડકર પ્રાથમિક શાળામા ભણતા ગરીબ બાળકોની વ્હારે રેન્જ ફોરેસ્ટ અધિકારીએ પોતાના પિતાની પુણ્યતીથીના ભાગરૂપે ઘરે-ઘરે જઇને વિનામૂલ્યે પુસ્તકોનું વિતરણ કરેલ હતુ. જેમા પૂર્વ પ્રિન્સિપાલ ખંટુભાઈ પરમાર, ગંગા બા હાઇસ્કુલના ટ્રસ્ટી પ્રદિપસિંહ પરમાર, આંબેડકર પ્રાથમિક શાળાના શિક્ષક કૈલાશબેન પટેલ, વીમળાબેન દરજી પણ સહભાગી બન્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી