પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા શહેરમા કોરોનાના માહોલ વચ્ચે દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનુ ચર્ચાય છે. હાલમા એક વિસ્તારનો વિડીયો પણ વાયરલ થયો હતો. પોલીસ તંત્ર આવા અડ્ડાઓ સામે કાર્યવાહી કરે તે જરૂરી છે. કોવિડ- 19 ની વૈશ્વિક મહામારીમાં વિશ્વના સૌથી મોટા શક્તિશાળી દેશો કોરોના વાઇરસના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને લાખો લોકોને આ વાઇરસએ ઝપેટમાં લઈ લીધા છે. દિન પ્રતિદિન કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ બાબતે WHO વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ચેતવણી આપી હતી કે કોરોના વાઇરસનું ખરેખરનો તબક્કો હવે શરૂઆત થઈ છે ત્યારે દરેક લોકોને સાવચેતીના ભાગરૂપે કામ વગર બહાર ન નીકળે અને માસ્ક ફરજીયાત પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે અને પોતાના સ્વાસ્થય બાબતે ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે ત્યારે ગોધરા શહેરના ડોડપા તળાવની પાળ પાસે, વાગડિયાવાસ, પાવર હાઉસ, સિંધુરીમાતા મંદિર પાસે અડિંગો જમાવીને બેઠેલા દેશી દારૂઓના અડ્ડાઓને જાણે કોરોના વાઇરસનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ વેચી અને જાહેરમાં કોરોના વાઇરસના ભય વગર દારૂના બાધણીઓ દારૂની પોટલી પીતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે દેશી દારૂના અડ્ડાઓ વિશે વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા શહેરની ચો તરફ અસામાજિક પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધી રહી છે જેના કારણે સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. દારૂ, જુગાર, વરલી મટકા જેવી બંદીઓના કારણે ગોધરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ દારૂના અડ્ડાના માલિકોને મોકળુ મેદાન મળી ગયું છે દરેક પ્રકારની બંદીઓ ખુલ્લેઆમ આચરી રહેલા બુટલેગરો લોકો માટે રીતસરનો ત્રાસ બની રહ્યા છે અને પોલીસ તંત્રને પણ ખુલ્લેઆમ પડકારી રહ્યા છે ત્યારે ગોધરામાં રહેતા સ્થાનિક રહીશોમાંથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળેલ છે કે ગોધરા શહેરના ચો તરફ અતિ પછાત વર્ગના લોકો વસે છે ત્યારે ગોધરા શહેરના ડોડપા તળાવની પાળ પાસે, વાગડિયાવાસ, પાવર હાઉસ, સિંધુરીમાતા મંદિર પાસે ગીદવાણી રોડ, બહારપૂરા, લાલબાગ બસ સ્ટેન્ડ પાસે આવેલ ધાનકાવાડ, પથ્થરતલાવડી, વગેરે વિસ્તારોમાં લોકો દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે, છતાં પોલીસ તંત્ર મૌન ધારણ કરીને બેસી ગયા છે જેના કારણે અસામાજિક તત્વો દ્વારા તેમની પ્રવૃત્તિઓને લીધે બેફામ બન્યા છે અને પોલીસ કરતા પણ વધુ શક્તિશાળી બનીને ઉભરી રહ્યા છે. આવા અડ્ડાઓ પર પોલીસ તંત્ર રેડ પાડીને કાર્યવાહી હાથ ધરે તેવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી .