પંચમહાલ જીલ્લાન વડામથક ગોધરા ખાતે શ્રી ગોવિંદગૂરુ યુનિવર્સિટી આવેલી છે. જેમા પાંચ જીલ્લા મહિસાગર, પંચમહાલ, દાહોદ છોટાઉદેપુર, વડોદરાની સંલગ્ન કોલેજોનો સમાવેશ થાય છે. કોરોનાની મહામારીને કારણે લોકડાઉન જાહેર થયા બાદ યુનિવર્સિટીઓના શિક્ષણ કાર્ય અને તેની પરીક્ષાઓ પર અસર પહોંચી હતી. ત્યારબાદ જરૂરી ગાઈડલાઇન સાથે પરીક્ષાઓનું સુચન કરવામા આવ્યુ હતુ. જેના ભાગરૂપે આજે ગોધરાની શ્રી ગોવિંદગુરુ સંલગ્ન કોલેજની સેમ- 6 ની પરીક્ષાનો કોરોનાની ગાઇડલાઈન સાથે પ્રારંભ થયો છે. જેમા ૧૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોધાયા છે.
પંચમહાલ જીલ્લાની ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગૂરુ યુનિ.ની સંલગ્ન કોલેજોની સેમેસ્ટર-૬ ની પરીક્ષાનો મંગળવારથી પ્રારંભ થયો છે. કોરોના મહામારીની વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમા રાખીને યુનિ.એ પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.જેમા કોવિડ-૧૯ ની ગાઈડલાઇન અનુસાર પરીક્ષા લેવામા આવી રહી છે. જેમા વિદ્યાર્થીઓને પ્રવેશમાર્ગે જ થર્મલ ગનથી ચેંકીગ હાથ ધરવામા આવી રહ્યુ છે. સાથે સાથે માસ્ક અને સાથે પરીક્ષા આપવામા આવી રહી છે.પરીક્ષા પહેલા પરીક્ષાખંડને પણ સેનેટાઇઝ કરવામા આવ્યા હતા. મહિસાગર જીલ્લાના બાલાશિનોર ખાતે આવેલી આર્ટસ કોલેજમાં બેઠક વ્યવસ્થા કરવામા આવી છે. વિદ્યાર્થીઓએ પણ કોરોનાની પરીસ્થિતીને ધ્યાનમાં લઇને જરૂરી સુચનાનુ પાલન કરેલ હતુ. બેઠક વ્યવસ્થામાં પણ જરૂરી સોસિયલ ડીસટન્સ રાખવામા આવ્યુ છે.
પંચમહાલ, રાજુ સોલંકી