પંચમહાલ જીલ્લાનાં ગોધરા ખાતે આવેલી નગરપાલિકાનાં સફાઈ કામદારો,પગાર વધારો, કાયમી કરવા સહિતની વિવિધ માંગ સાથે નગરપાલિકાની કચેરીની સામે જ પોતાની વિવિધ માંગણીઓને લઇને હડતાલ પર બેઠા છે. પંચમહાલ જીલ્લાનાં વડામથક ગોધરા ખાતે નગરપાલિકા આવેલી છે. જેમાં સફાઈ કામદારો ગોધરા શહેરમાં આવેલા વિવિધ વોર્ડોમાં સફાઈ કામ કરે છે.ઘણા સમયથી તેમની વિવિધ રજુઆતોનો કોઈ ઉકેલ ના આવતા તેઓએ આ હડતાળનું શસ્ર ઉગામ્યુ છે. આ સફાઇકર્મીઓ પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે હડતાળ ઉપર ઉતર્યા છે.પગાર વધારો, કાયમી કરવા અને પી.એફ કપાત નાણાં અંગે રજીસ્ટર નિભાવવાની સફાઈ કામદારો કરી રહ્યા છે. આ બાબતે તેમને આપવામાં તંત્રને આપેલી લેખિત રજૂઆતમા જણાવામા આવ્યુ છે કે અમે ડેઇલી વીઝીટથી વર્ષોથી કામકાજ કરીએ છે.ત્યારે ૨૨૦ રૂપિયા પ્રમાણે ૬,૫૦૦ પગાર આપવામા આવેછે.જે અમને આટલી કારમી મોંઘવારીમાં પોસાતો નથી. અમારા કુટુંબનું અમે ભરણપોષણ કરી શકતા નથી. અમે પગાર વધારા માટે નગરપાલિકા તંત્રને લેખિત અને મૌખિક રજુઆત કરી હોવા છતા કોઈ જવાબ આપવામા આવતો નથી.વધુમાં સફાઈ કામદારોએ પોતાની માંગણીઓને લઇને ઉકેલ નહિં આવે તો 6 જુલાઈથી હડતાળ ઉપર ઉતરવાની પણ ચીમકી ઊચ્ચારવામાં આવી છે.ત્યારે આ મામલે સફાઈકર્મીઓ દ્વારા પોતાની માંગણીઓનેલઇને વિવિધ વિભાગોમાં રજુઆત પણ કરવામા આવી છે. આ ઉપરાંત ગોધરા નગરપાલિકા દ્વારા જે તે સમયે ૭૦ સફાઈ કામદારોને કાયમી ધોરણે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવી હતી જેઓના પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે તે છતાં ૭૦ સફાઈ કામદારોને ફૂલ પગાર ધોરણ અને કાયમી કરવા માટે ઢીલી નીતિ અપનાવી રહ્યા છે અને વર્ષોથી રોજમદાર સફાઈ કામદાર તરીકે કામ કરતા ૩૦ સફાઈ કામદારોને કાયમી કરવા માટે આંખ આડા કાન કરી રહ્યા છે. આખરે ૩૦ સફાઈ કામદારોને કાયમી ન કરવા પાછળ ક્યું પરિબળ ભાગ ભજવી રહ્યું છે તે આવનાર સમય બતાવશે?
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા નગરપાલિકાનાં સફાઈકર્મીઓ પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઊતર્યા.
Advertisement