Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકામાં કુણ નદી પર આવેલ વેન્ટેડ ડીપ પર પુલ બનાવવાની કામગીરીને ધ્યાને રાખી અવર-જવર 15 મી નવેમ્બર, 2020 સુધી પ્રતિબંધિત વૈક્લ્પિક રસ્તાઓ જાહેર કરાયા.

Share

ગોધરા અને શહેરા તાલુકાની વચ્ચે કુણ નદી પર આવેલ વેન્ટેડ-ડીપની જગ્યાએ નવીન પુલ બનાવવાની કામગીરીને ધ્યાનમાં લઈને વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ- 33(1) (ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ આ વેન્ટેડ ડીપ પર બંને તરફથી પસાર થતા તમામ પ્રકારના વાહનોને તા.15 મી નવેમ્બર, 2020 સુધી સદંતર બંધ રાખવા ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કાંકણપુર-ઓડિદ્રા-ધાણીત્રા-જાલીયા (તા. ગોધરા) બાજુનો ટ્રાફિક વાયા છકડિયા ચોકડી-રેણા (મોરવા) તથા રતનપુર (કાં)-કબીરપુર ચોકડી-નદીસર-મોરવા (રેણા) બાજુ તેમજ મોરવા (રેણા)-ભુરખલ- ભાટના મુવાડા (તા. શહેરા) બાજુનો ટ્રાફિક નદીસર-કબીરપુર ચોકડી-રતનપુર (કાં) તથા મોરવા (રેણા) ચીતરીપુર-ધાણીત્રા-છકડીયા ચોકડી થઈને વૈકલ્પિક રીતે અવરજવર કરવાની રહેશે. જાહેરનામા અનુસાર આ રસ્તાનું કામ 15 મી નવેમ્બર, 2020 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે તેમજ જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પૂરતી તકેદારી રાખી યોગ્ય જગ્યાએ જરૂરી બોર્ડ દર્શાવવાના રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલની કામગીરી અન્વયે જમીન સંપાદનની કામગીરી પ્રગતિમાં છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપલામાં IPL મેચ ઉપર રમાતો સટ્ટા બેટીંગનો જુગાર પકડાયો.

ProudOfGujarat

પ્રથમ તબક્કાના મતદાનને 5 કલાક પૂર્ણ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન.

ProudOfGujarat

ડાંગ જિલ્લામાં કોરોનાનાં નવ દર્દીને રજા અપાઈ, એક્ટિવ કેસ 85.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!