હાલ સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વચ્છતાને સફાઈ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે ગોધરા નગરમાં આવેલ ભરચક વસ્તી ધરાવતા વોર્ડ નંબર ૧ માં આવેલ ખાડી ફળિયા, મારવાડીવાસ, નાડીયાવાસ, રામેશ્વર નગર ચિત્રાખાડી, વગેરે જગ્યાએ ગંદા કચરાનાં ઢગલાથી તથા પાણીના ભરાયેલા ખાબોચિયાથી અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારની ગંદકી ત્વરિત દૂર કરી દવાનો છંટકાવ કરવા અને ગટરનું ગંદુ પાણી ભરાયેલ જોવાય છે જેનું સફાઈ કામ કરાવવાની માંગ ઉઠવા પામી છે. ખાડી ફળીયા વોડૅ નંબર ૧ માં આવેલ વિસ્તારમાં કેટલાય સમયથી ગંદા પાણીનો નિકાલ ગટરની લાઈન સાફ સફાઈ, તેમજ આરસીસી રોડ,પીવાના પાણીની સમસ્યા જેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે ત્યારે આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે આ વોર્ડમાંથી ચૂંટાયેલા નગરપાલિકાનાં સભ્યો તેમના ધંધામા મસ્ત છે જયારે ચુંટણી આવે ત્યારે દેખાય છે અને આ વોર્ડમાં કે વિસ્તારમાં વિકાસનાં એક પણ કામ થયા નથી આ વિસ્તારનાં લોકો અસહ્ય ગંદકીની પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ બાબતે નગરપાલિકાનાં સ્થાનિક સભ્યને અને પાલિકા તંત્રમાં પણ વારંવાર રજુઆત કરવા છતાંય કામ થતાં નથી.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : કોરોના માહોલમાં વોર્ડ -૧ નાં વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે,રોગચાળો ફાટે તો જવાબદાર કોણ ???
Advertisement