ગોધરા ખાતે વડ સાવિત્રી વ્રતની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનાં પ્રકોપ સામે લડી રહ્યુ છે ત્યારે તેમની લડતને બળ પૂરું પાડતા ગોધરાની બહેનોએ વડની પુજા કરી પોતાના પતિનાં લાંબા આયુષ્ય સાથે સાથે કોરોનાથી પણ સૌને રક્ષણ મળે તે માટે વડની પ્રદક્ષિણા કરી ભક્તિસભર રીતે વટ સાવિત્રી વ્રતની સામાજિક અંતર રાખી, માસ્ક પહેરી પુજા કરી હતી હિંદુ પરંપરામાં સ્ત્રીઓ એમના પતિની લાંબી ઉંમર અને સુખદ વૈવાહિક જીવન માટે દરેક વ્રતનું પાલન કરે છે. વડ સાવિત્રી વ્રત પણ સૌભાગ્ય પ્રાપ્તિ માટે મોટું વ્રત માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ સોળ શૃંગાર કરીને પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે અને વડની પૂજા કરે છે. લોકડાઉન અને કોરોનાની મહામારીનાં કારણે મહિલાઓ આ વખતે પારંપરિક રીતે વડની પૂજા નહિ કરી શકે. વટસાવિત્રી વ્રતનું અનેરું મહત્વ આંકવામાં આવે છે. દર વર્ષે જેઠ સુદ પૂનમના રોજ આવતા વટસાવિત્રી વ્રત દરમિયાન સૌભાગ્યવતીઓ પતિના દીઘાર્યુ માટે ઉપવાસ કરે છે. ગુજરાતી મહિલાઓ સામાન્યપણે એક ફળ આરોગીને આખા દિવસનો ઉપવાસ કરતી હોય છે. ત્યારે ગોધરાની બહેનોએ કોરોનાની મહામારી અને વડ સાવિત્રી વ્રત પર વડની પુજા કરી પોતાના પતિનાં લાંબા આયુષ્ય સાથે સાથે કોરોનાથી પણ સૌને રક્ષણ મળે તે માટે વડની પ્રદક્ષિણા કરી ભક્તિસભર રીતે વટ સાવિત્રી વ્રતની સામાજિક અંતર રાખી, માસ્ક પહેરી પુજા કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી