પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ 2011ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ-30 અને 34 હેઠળ મળેલા અધિકારની રૂએ ગોધરા નગરપાલિકાના ક્લસ્ટર કન્ટેઈમેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી ત્રણ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. કોવિડ-19ના નોંધાયેલ પોઝિટિવ કેસ બાદ આ વિસ્તારોમાં છેલ્લા 28 દિવસના સમયગાળા દરમિયાન કોઇ નવો કેસ ન આવવાની બાબતને ધ્યાનમાં લઈને ડબગરવાસ (કાછિયાવાડ), ધંત્યા પ્લોટ અને સાતપુલ સોસાયટી વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ ત્રણ વિસ્તારોના કુલ 331 ઘરોમાં વસતા 1200 લોકોને કલસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાંથી 3 મે બાદ કોઈ નવો કેસ મળી આવ્યો નથી. જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ મળી આવવાના પરિણામે કુલ 38 વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી અત્યારની સ્થિતિએ કુલ 17 વિસ્તારોને છેલ્લા 28 દિવસોથી કોઈ પોઝિટીવ કેસ ન મળી આવવાના પરિણામે ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી