પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્ર વેગવતું બની રહે તે હેતુસર સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગાર પૂરી પાડવામાં આવી રહી છે અને સરકારની સૂચના મળતા મનરેગા યોજના હેઠળ ચેકડેમ ઉંડા કરવાના કામોનું ત્વરિત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોધરાના ધારાસભ્ય દ્વારા ગોધરા તાલુકાના સાંપા ગામે ચેકડેમ ઉંડા કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ મનરેગા યોજના અંતર્ગત શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. ગોધરા તાલુકાના સાંપા ગામે મનરેગા યોજના હેઠળ ચેકડેમ ઊંડો કરવાના કામ અને સ્થાનિક કક્ષાએ શ્રમિકોને રોજગારી મળી રહે તે માટેના ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ અને એપીએમસી ગોધરાના સભ્ય અને તાલુકા પંચાયત,ગોધરાના ઉપપ્રમુખ અરવિંદસિંહ બી. પરમાર તથા માજી સરપંચ ઉદેસસિંહભાઈ અને ડેપ્યુટી સરપંચ ભીમસિંહ ભાઈ તેમજ ૨૦૦ જેટલા શ્રમિકો હાજર રહેલા છે. કોરોના મહામારીને લીધે શ્રમિકોને ઘર આંગણે રોજગાર મળી રહે તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત ચેકડેમ ઊંડા કરવા કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આમ લોકડાઉનની પરિસ્થિતિમાં ગામડાના શ્રમિકોને ઘરઆંગણે રોજગાર આપતા આશીર્વાદ રૂપ બની રહી છે.
પંચમહાલ, રાજુ સોલંકી