Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા પાસે ગાડી બગડતા અટવાઈ ગયેલ રાજસ્થાનનાં ત્રણ યુવાઓની વ્હારે જિલ્લા વહીવટીતંત્ર આવ્યું.

Share

“જબ ગોધરા કે પાસ ગાડી ખરાબ હુઈ ઓર ડ્રાઈવરને બતાયા કી દૂસરી કાર સે જાના પડેગા તો હમ બહોત પરેશાન હો ગયે થે. ક્યુંકી દૂસરી કાર કે લિયે ફિરસે પરમિશન-પાસ બનવાને હોગે ઔર ઉસમેં વક્ત લગેગા. ઔર ફિર રાત હોને કો થી તો કહાં રૂકે વો ભી સવાલ થા. પર કલેક્ટર સર ઔર એડમિનીસ્ટ્રેશનને હમારી પ્રોબ્લેમ સમજ કે સબ હેલ્પ કી ઔર ઈમરજન્સીમેં તુરંત પાસ ઈશ્યુ કર દિયા.” રાજસ્થાનના કિશનગંજના હિતેષ જૈન રાત્રે ગોધરાથી રાજસ્થાન જવા રવાના થતી વખતે આભારની લાગણી સાથે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રનો સુખદ અનુભવ વર્ણવે છે. મૂળે રાજસ્થાનના હિતેષ જૈન, પ્રિતી અગ્રવાલ અને મેઘના વિરાણી મહારાષ્ટ્રના રાયગઢ ખાતે રહે છે અને સી.એ.નો અભ્યાસ તેમજ જોબ કરે છે. લોક ડાઉન લંબાતા ગઈકાલે સવારે મહારાષ્ટ્રથી કાર દ્વારા વતન રાજસ્થાન જવા નીકળ્યા હતા પરંતુ ગોધરા બાયપાસની ગદુકપુર ચોકડી ખાતે ઓવરહીટીંગના કારણે કાર બગડતા તેઓ અટવાઈ ગયા હતા. કાર આગળ જઈ શકે તેમ નહોતી. નવી કાર લઈને રાજસ્થાન જવા માટે નવેસરથી મંજૂરી લેવી પડે તેમ હતી. સખત મૂંઝવણની વચ્ચે તેઓ પોલિસની મદદથી ગોધરા જિલ્લા સેવા સદન પહોંચે છે. ડિઝાસ્ટર શાખામાં બેઠેલા કંટ્રોલરૂમના કર્મચારી તેમની સમસ્યા સમજી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરે છે. જિલ્લા કલેક્ટરશ્રી આ યુવાનોની મૂંઝવણ જાણી ધરપત આપે છે અને જણાવે છે કે ડિજીટલ ગુજરાત પર અરજી કરતા જ અન્ય કાર માટે તેમને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પાસ ઈશ્યુ કરી દેવામાં આવશે. ભીલવાડાના મેઘના વિરાણી જણાવે છે કે મોબાઈલથી એપ્લાઈ કરવામાં સમસ્યા સર્જાતા ડિસ્ટ્રીક્ટ આઈટી મેનેજર પ્રણયસિંહ રાઠોડે તેમને ઓનલાઈન પાસ બનાવીને મોકલી આપ્યા હતા. સી.એસ.નો અભ્યાસ કરતા અને રાજસ્થાનના ભીલવાડા ખાતે રહેતા પ્રિતી અગ્રવાલે જણાવ્યું હતું કે કાર બગડતા અન્ય કાર તો અમે લૂણાવાડા, મહિસાગરથી મંગાવી હતી પરંતુ અમને લાગતું હતું કે પાસ મેળવવા માટે અમારે રાહ જોવી પડશે પરંતુ એડમિનીસ્ટ્રેશન ખૂબ સપોર્ટિવ રહ્યું અને પાસ માટે ઓનલાઈન અરજી કરવાથી લઈને પ્રિન્ટ કાઢવા સુધીની પ્રક્રિયામાં મદદ કરીને ઝડપથી પાસ બનાવી આપ્યા હતા. તંત્રની કામગીરી અને સંવેદનશીલ અભિગમને વખાણતા ત્રણેય યુવાઓએ ગોધરાથી વિદાય લીધી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આમોદ ખાતે બિરલા સેલ્યુલોજિક ખરચ સી.એસ.આર વિભાગ દ્વારા કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

મહેમદાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ૧૧૯ ફોર્મ ભરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!