પંચમહાલ જિલ્લામાં ગોધરાના સાતપુલ અને ધંત્યા પ્લોટ નવા કોરોના પ્રભાવિત વિસ્તારો બન્યા છે. આ વિસ્તારોમાંથી કોવિડ-19 સંક્રમણના પોઝિટીવ કેસ મળતા તંત્ર દ્વારા સેનેટાઈઝ કરવા સાથે પોઝિટીવ વ્યક્તિઓના સંપર્ક ટ્રેસ કરીને તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. બંને વિસ્તારના થઈ 134 ઘરોના કુલ 265 લોકોનો સઘન મેડિકલ સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ સાથે ગોધરા શહેરમાં કુલ 21 વિસ્તારો કોરોના પ્રભાવિત ક્લસ્ટર બન્યા છે. જિલ્લામાંથી કુલ 812 સેમ્પલ લેવાયા છે, જે પૈકી 51 રિપોર્ટ પોઝિટીવ, 447 નેગેટીવ આવ્યા છે જ્યારે 29 સેમ્પલ રીપીટ છે. 3 વ્યક્તિઓ કોરોનાના કારણે મૃત્યુ પામી છે તેમજ 6 વ્યક્તિઓ સારવાર બાદ સાજા થઈ ઘરે પાછા ફર્યા છે. કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કુલ 6 દર્દીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 2448 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 1861 વ્યક્તિઓએ ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે જ્યારે 587 વ્યક્તિઓ હજી ક્વોરેન્ટાઈન હેઠળ છે.જયારે જિલ્લામાં લોક ડાઉન વાયોલેશન બદલ 1647 એફ.આઈ.આર તેમજ ફેક ન્યુઝ ફેલાવવા બદલ 04 એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. જ્યારે હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ 02 કેસ નોંધાયા છે. જિલ્લા પોલિસ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી કુલ 128 એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. આ ઉપરાંત, 5504 જેટલા વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. જિલ્લામાં લોક ડાઉનના ભંગ બદલ અત્યાર સુધી કુલ રૂ.5,24,700/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
પંચમહાલ, રાજુ સોલંકી