ગોધરા શહેરમાં કોવિડ-19 કેસમાં દિન પ્રતિદિન વધી રહ્યાં છે કોરોના વાઇરસનાં સંક્રમણને નિયંત્રિત કરવા માટે જિલ્લા પ્રશાસન તરફથી કલેકટર તથા આરોગ્ય વિભાગ અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સચોટ અને ખડે પગે કામગીરી નિભાવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સિવાય તમામ ગામડાંઓ આ મહામારીનાં પ્રકોપથી કોરોના મુકત છે જેનું મુખ્ય કારણ ગામડાંઓ દ્વારા લોકડાઉનનું પાલન અને સોશિયલ ડિસ્ટન્સનાં લીધે પંચમહાલ જિલ્લાના ગામડાંઓ કોરોના મુકત છે. જિલ્લામાં કોરોના વાઇરસ પીડિત દર્દીઓ માટે તપાસ માટે થર્મલ સ્કીનીંગ કરવા ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને ૬ નંગ થર્મલ ગન આપવામાં આવી છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગનાં કર્મચારીઓને કન્ટેન્ટમેન્ટ ઝોન બફર ઝોન, ચેપયુકત વિસ્તારમાં કોરેન્ટાઈન વિસ્તારનાં માણસોની મુલાકાતે જાય ત્યારે આરોગ્ય વિભાગનાં કર્મચારીઓને કોઈ ચેપ ન લાગે તે માટે અને તેમના રક્ષણ માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને આઈસીલ્ડ સેડ આપવાનું નક્કી કર્યું છે અને ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ચેરમેન રાજેન્દ્ર સિંહ વજેસિંહ ચૌહાણ દ્વારા કોરોના વાઇરસથી પંચમહાલ જિલ્લાને મુકત કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે.
પંચમહાલ રાજુ સોલંકી