પંચમહાલ જીલ્લામાં પણ કોરોના વાયરસનાં પોઝીટીવ કેસોની સંખ્યા ૨૩ જેટલી નોંધાઈ છે. હાલમા તંત્ર દ્વારા પણ શરતી છુટછાટ દુકાનદારોને આપવામાં આવી છે.પોલીસ વિભાગ પણ લોકડાઉનનો અમલ કરાવી રહ્યુ છે.ગોધરામાં આવેલા એપીએમસી માર્કેટ ખાતે કોરોના વાયરસનું સંક્રમણનો ભોગ ખેડૂતો અને વેપારીઓ ન બને તે માટે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવી છે. ગોધરામાં આવેલું ખેતીવાડી ઉત્પન બજાર સમિતીમાં વેપારીઓ અને ખેડૂત સહિત લોકો આવતા હોય છે. હાલમાં કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે.તેના સંક્રમણથી બચવા સતર્કતા ઉપાય છે.ગોધરા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરા ખાતે ખેડૂતો, વેપારીઓ અને યાર્ડમાં આવતા તમામ લોકો માટે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવ્યું છે અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોને હેન્ડ સેનેટાઝર પણ આપવામાં આવ્યા છે.સાથે યાર્ડમાં માસ્ક પહેરીને આવવાનું સૂચન તેમજ સામાજિક અંતર રાખી વેપારના વ્યવહારો કરવા માટે ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી