ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ઓછા થતા નથી. ત્યારે તે એક ચિંતાનો વિષય પણ બન્યો છે પણ સાવચેતીથી બચી શકાય છે.એક બાજુ કોરોના વોરિયર્સ રાતદિવસ કામ કરી રહ્યા છે ત્યારે ગોધરા શહેરમાં કોરોના પોઝીટીવના ૨૩ કેસ નોંધાયા છે ત્યારે કોરોના સંક્રમણમાં ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને આરોગ્યની સલામતીને ધ્યાનમાં લઈને ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા ગોધરા નગરપાલિકાના સ્ટાફને PPE કિટ આપવામાં આવી છે તેમ નગરપાલિકાના સિનિયર સેનેટરી ઈન્સ્પેક્ટર મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું સમગ્ર પંચમહાલ જિલ્લામાં માત્ર ગોધરા અને હાલોલ શહેર વિસ્તારમાં જ કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે ત્યારે કોરોના સામેની લડાઈમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા અવિરત ખડે પગે સેવાઓ આપવામાં આવી રહી છે ત્યારે કોરોના ગ્રસ્ત વિસ્તારમાં જે કર્મચારી સીધા જ પ્રજાજનોના સંપર્કમાં આવતા હોય છે તેવા તમામ કર્મચારીઓને PPE કિટ આપવી જરૂરી હતી જેથી ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના માર્ગદર્શન હેઠળ PPE કિટ આપવાનું નક્કી કર્યું હતું. તેમજ પાલિકાના પ્રમુખ ઇલેન્દ્રા પંચાલ અને ચીફ ઓફિસર ગોધરાની હાજરીમાં મેલેરિયા, ડોર ટુ ડોર કચરા કલેકશન અને સેનેટરી વિભાગના કર્મચારીઓને PPE કિટ આપવામાં આવી હતી. જેમાં ગોધરા નગરપાલિકાના હદમાં આવેલ ૪૦ કોરેન્ટાઈન એરિયામાં ફરજ બજાવતા અને ફિલ્ડમાં કામ કરતા સફાઈ કામદારો, મેલેરિયા વિભાગના કર્મચારી અને ડોર ટુ ડોર કચરા કલેકશન કર્મીઓના સ્વાસ્થ્ય અને આરોગ્યની સલામતીને ધ્યાનમાં લઈને ૬૦ જેટલી PPE કિટ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી. જેમાં મેલેરિયા વિભાગને ૧૦, ડોર ટુ ડોર કચરા કલેકશન ૧૦ અને બાકીની સેનેટરી વિભાગના કર્મચારીઓને આપી હતી. આ કિટ પહેરવાથી કર્મચારીઓની સુરક્ષા ૧૦૦ ટકા થતી હોય છે.
પંચમહાલ રાજુ સોલંકી