ગોધરા શહેરમાં ખાડી ફળીયા વિસ્તાર જેમા હિન્દુ મુસ્લિમ અને મારવાડી સમાજ સહિત અન્ય સમાજના લોકો રહે છે. ત્યારે આ વિસ્તારમાં કોરોના પોઝીટીવનો કેસ મળી આવતા તંત્ર દ્વારા આ વિસ્તારમા યોગ્ય પગલા લેવામા આવ્યા છે.પણ જે રીતે પગલા લેવા જોઈએ તે રીતે નથી લેવામા આવ્યા.ગોધરા શહેરમાં હાલ ૨૨ જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે.ત્યારે તેમા બેના મોત થયા છે અને અન્યોની સારવાર ચાલી રહી છે.શહેરના છેવાડે આવેલા ખાડી ફળીયા વિસ્તારમાં પણ એક કેસ નોધાતા તંત્ર દોડતુ થયુ હતુ.આ પોઝીટીવ દર્દીની હાલ સારવાર ચાલી રહી છે.હાલ આ વિસ્તારમાં પણ અમુક રસ્તાઓને તંત્ર દ્વારા બ્લોક કરી દેવામા આવ્યા છે. જે વિસ્તારમા દર્દી પોઝીટીવ આવ્યો છે તે વિસ્તારને બ્લોક કરવાંને બદલે જે રસ્તો આ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાન તરફ આવે છે. ત્યાં પતરા મારી દેવામા આવ્યા છે. જ્યાંથી ગ્રાહક પોતાનું અનાજ લઈ જાય છે. આ જગ્યાએ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યાંથી ગ્રાહક આવે તો પૂરે પૂરી ચેપ લાગવાની શક્યતા છે.ત્યારે આ બાબત તંત્રએ જરુરી પગલા લેવા જોઈએ એવી લોક માંગ છે.
રાજુ સોલંકી