ગોધરા શહેરમાં અત્યારસુધી કોરોનાનાં ૧૪ કેસ નોંધાયા છે અને ૨ લોકોનું મૃત્યુ થયું હોવા છતાં અહીંના લોકો ગંભીર ન હોવાનું જણાઈ આવે છે. દરરોજ સવારે શહેરા ભાગોળ રેલ્વે ફાટક બહાર આવેલ ચમન મસ્જિદ પાસે શાકમાર્કેટ ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ઘરોની બહાર નીકળીને એકમેકથી પાંચ ફુટનું અંતર રાખવાને બદલે ભારે ગીર્દી કરતા હોવાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. આવા લોકોને લીધે અહીં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા હોવાનું જણાઈ આવે છે. પાલિકા દ્વારા સવારે ૮ થી ૧૧ વાગ્યા દરમિયાન શાકભાજી, ફળ વગેરે વેચાણ માટેનો સમય નક્કી કર્યો છે દરરોજ આ જીવન જરૂરિયાત વસ્તુઓ મળી રહેતી હોવા છતાં કેટલાક લોકો ચાર પાંચ દિવસની એક સાથે ખરીદી કરીને ઘરમાં બેસી રહેવાને બદલે રોજેરોજ બજારમાં ફરી ગીર્દી કરી રહ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે બેકાબુ બનેલા આ રોગથી લઈ વધુ ને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ દર્દીઓ સાથે મુત્યુના આંકડા પણ વધી રહ્યા છે લોકોને આ મહામારીમાંથી બચાવવા માટે ભારત સરકારે લોકડાઉન આપવામાં આવ્યું છે લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખી ઘરની બહાર ન નીકળે તે માટે અવારનવાર સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે તેમ છતાં પણ આ જીવલેણ બીમારીની સહેજ પણ પરવા કર્યા સિવાય લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે અને ભીડ ભેગી કરી કોરોના ચેપનું જોખમ વહોરી રહ્યા છે. આજે સવારે ગોધરાની શહેરા ભાગોળ રેલ્વે ફાટક ખાતે આવેલ કુંભારવાડા પાસે શાકભાજી લેતા લોકોનું આ દ્રશ્ય જોતા એવું લાગી રહ્યું છે કે અહીં લોકડાઉનનો અમલ થાય છે ખરો?? ત્યારે સ્થાનિક પોલીસ અહીં પણ કડકાઈ દાખવે તે જરૂરી છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરામાં લોકડાઉનની અસર નહિવત : શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં ધજાગરા.
Advertisement