Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા સબજેલ પ્રશાસને લોકડાઉનનાં માહોલમાં કેદીઓને પોતાના પરિવારજનો સાથે કરાવી ઈ-મુલાકાત.

Share

હાલમાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં લઈ ગોધરા સબજેલના બંદીવાનોની તેઓના સ્વજનો સાથે મુલાકાત પર નિયંત્રણ મુકવામાં આવ્યો છે. કોરોના મહામારીના આ મુશ્કેલ સમયમાં આ નિયંત્રણના કારણે સ્વજનો સાથે મુલાકાત કે વાત કરવાનો અવસર કેદીઓએ ગુમાવવાનો ન થાય તે માટે જેલ પ્રશાસન દ્વારા એક સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે.પંચમહાલ જીલ્લાના વડામથક ખાતે ગોધરા ખાતે સબજેલ આવેલી છે. જેમાં કેદીઓ પોતે કરેલા ગુનાની સજા કાપી રહ્યા છે.સામાન્ય સંજોગોમાં જેલ પ્રસાસન દ્વારા કેદીઓને તેમના પરિવારજનો સાથે એક ચોકકસ સમય મર્યાદામાં મુલાકાત કરી શકતા હોય છે.તેવી વ્યવસ્થા પણ કરવામા આવતી હોય છે.હાલમાં દેશભરમાં કોરોના વાઈરસની મહામારીને કારણે સરકાર અને આરોગ્યવિભાગની એડવાઈઝરી અનુસાર જેલના કેદીઓને રુબરુ મુલાકાત આપવા બાબતે નિયંત્રણ મુકવામા આવેલ છે.ત્યારે ગોધરા જેલ પ્રશાસન દ્વારા અહી સજા ભોગવતા કેદીઓ પોતાના પરિવારજનો સાથે મુલાકાત કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.જોકે આ મુલાકાત રૂબરૂ નથી પણ જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને ઈ-મુલાકાત નામ આપવામા આવ્યુ છે. વિડીયો મોબાઈલ એપ્લીકેશનથી પરિવારજનો તેમના સબંધી કેદીઓ સાથે વાતચીત કરી શકશે.મુલાકાતીઓ eprisons.nic.in/public/my visitregistrpiton.aspx પર ક્લિક કરીને ઓપન વિન્ડોઝમાં વિઝીટર ડીટેલમાં જઈને કેદી કે આરોપીની મુલાકાત લેવા માટે તેની પોતીની વિગત તથા ટુમીટમાં જઈને જેલમાં રહેલા કેદીના નામનુ ફોર્મ ભરવાનુ રહેશે.જેમાં સબમીટ બટન ઉપર ક્લિક કરીને મેઈલ અથવા મોબાઈલ નંબર પર આપવામાં આવતો ઓટીપી આવે તે નાખવાનો રહેશે.બાદમાં જેલ ઓથોરોટી દ્વારા નિયમો મુજબ મુલાકાત મળવાપાત્ર હોય તો તેમની સામેથી મુલાકાત અને સમયની તારીખ જાહેર કરવામાં આવશે.ગોધરાની આ સબજેલના અધિક્ષક આર.પી ડામોરનો કેદીઓએ આભાર માન્યો હતો.જ્યારે જેલના કેદીઓએ લોકડાઉનના માહોલમા કેદીઓએ જેલમાંથી જ પોતાના પરિવારજનોનો સાથે વિડીયો કોલીંગથી વાતચીત કરતા તેમના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળી હતી.જોકે આ ઇ-મુલાકાત નિયમો મુજબ કરાવામાં આવે છે.જેમા એવા કેદીઓને કે જેઓ મોટા ગુનાઓમાં સંડોવાયા ના હોય.હાલ આજ સુધી ૧૬ જેટલા કેદીઓએ પોતાના પરિવારજનો સાથે વાત કરી છે.હાલ જેલમા ૨૧૩ જેટલા કેદીઓ છે.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની પોદ્દાર વર્લ્ડ સ્કૂલને એજ્યુકેશન વર્લ્ડ દ્વારા શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

ઝઘડીયાનાં મુલદ ગામ નજીક હોટલ પર ચા નાસ્તો કરવા આવેલ ઇસમો અને વોચમેન વચ્ચે ઝઘડો : બંને પક્ષે વાત વણસતા સામસામે પોલીસ ફરિયાદ…

ProudOfGujarat

ડભોઇના વડોદરી ભાગોળમાં આવેલ બદ્રીનારાયણ મંદિરમાં ગોદામ્બા (ધનુરમાસ) ઉત્સવની ધામ-ધૂમથી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!