સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરોનાના કેસોમા વધારો થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં હાલની સ્થિતિમાં કુલ ૬ કોરોના વાઇરસના પોઝીટીવ કેસ નોંધાયા છે.જેમા એક વયોવૃધ્ધનુ મોત થવા પામ્યુ હતુ.આ તરફ ગોધરાનગર પાલિકા દ્વારા વોર્ડના વિવિધ વિસ્તારોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.જેમા ફાયર વિભાગની ટીમ પણ સહયોગી બની હતી.હવે પાલિકા વિભાગે ગોધરા શહેરના વિસ્તારોમાં સેનેટાઇઝ કરવા માટે સેનેટાઇઝ મશીનની ખરીદી કરી છે.જેનો ઉપયોગ શહેરના વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝ કરવામા આવશે.પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં કોરોનાના 5 પોઝીટીવ કેસો આવ્યા છે.ત્યારે ગોધરા પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોને સેનેટાઇઝ કરવામા આવ્યા છે. પાંચ પોઝિટિવ કેસોમાં રબ્બાની મહોલ્લા, પ્રભારોડ ભગવતનગર, અબરાર મસ્જિદ, મદની મહોલ્લા વગેરે વિસ્તારમાં બેરિકેડીગ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ત્યારે ગોધરા નગરમાં કોરોના વાઇરસની મહામારીને પહોંચી વળવા માટે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીના માર્ગદર્શન હેઠળ ગોધરા નગરપાલિકા પ્રમુખ ઈલેન્દ્ર પંચાલ અને ચીફ ઓફિસર ગોધરાએ તાત્કાલિક અસરથી પુણેથી અત્યાધુનિક સેનેટાઈઝર મશીન મગાવવામાં આવ્યું છે અને આજરોજ ગોધરા શહેરના મુખ્ય માર્ગો અને મુસ્લીમ વિસ્તારોમાં સેનેટાઈઝ મશીનથી પરીક્ષણ કરવામાં આવી હતું. આ પરીક્ષણમાં ગોધરા નગરપાલિકાના સિનિયર સેનેટરી ઈન્સ્પેકટર મુકેશભાઈ પટેલ અને સ્ટાફના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મશીનની વિશેષતા એ છે કે આ અત્યાધુનિક સેનેટાઈઝર મશીન જે સ્પ્રિંગ મશીન છે જે ૬ મીટર રેન્જથી સ્પીડ કરે છે.આ મશીનથી વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝ કરવામા સરળતા રહેશે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા નગરપાલિકા દ્વારા નવીન સેનેટાઇઝ મશીનનું પરીક્ષણ, હવે વિવિધ વિસ્તારો સેનેટાઇઝની કામગીરી ઝડપથી થશે.
Advertisement