ગોધરાના શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે આવેલ ખોડિયાર ઈલેક્ટ્રોનિકની ગલીમાં વર્ષોથી બ્લૉક પડેલ વરસાદી કાસનો તાત્કાલિક ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીના કહેવા પ્રમાણે આજરોજ સવારે જીસીબી મશીન દ્વારા બ્લૉક પડેલ વરસાદી કાસને યુધ્ધના ધોરણે અંદરથી જામ થઇ ગયેલ કચરાનો નિકાલ કરી ખુલ્લી મુકવામાં આવી હતી. ગઈકાલે ડૉ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી સીધુરી માતા મંદિર પાસે આવેલા નવા તીરઘરવાસ ખાતે આવ્યા હતા ત્યારે ગોધરાના જાણીતા સામાજીક કાર્યકર સાધુકાકાએ ધારાસભ્યને રજૂઆત કરી હતી કે શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે આવેલ ખોડિયાર ઈલેક્ટ્રોનિકની ગલીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સાફ સફાઈના અભાવે અને રામસાગર, લક્ષ્મણસાગર, સીતાસાગર આ ત્રણેય જગ્યાનું પાણી અને આજુબાજુના સ્થાનિક રહીશો દ્વારા નાખવામાં આવતો કચરાને કારણે આ ગટરલાઇન બ્લૉક થવાથી રાત્રી દરમિયાન મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને આ કોરોનાની મહામારીમા રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે જે સત્વરે સફાઈ થાય તે માટે રજૂઆત કરી હતી જેથી ધારાસભ્ય સી કે રાઉલજીએ આજે સવારે નગરપાલિકા પ્રમુખને કહી જીસીબી મશીન મોકલાવી ગટરમાંથી કચરો સાફ કરી વરસાદી કાસને ખુલ્લી કરી દેવામાં આવી હતી. જેથી શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે આવેલ ખોડિયાર ઈલેક્ટ્રોનિકની ગલીમાં રહેતા સ્થાનિક રહીશોએ ધારાસભ્ય સી કે રાઉલજીનો આભાર માન્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : શહેરા ભાગોળ પાસે આવેલા વરસાદી કાંસમાંથી કચરાનો નિકાલ કરાયો.
Advertisement